બદલતી જીવન શૈલીના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી જોવા મળે છે. કામ અને દોડધામના કારણે લોકોમાં વધારે સ્ટ્રેસ અને એન્ઝાઇટી જોવા મળે છે. આ બંને સ્થિતિ શરીર અને મન બંનેને પરેશાન કરે છે. ખાસ કરીને જો એન્ઝાઈટી લેવલ વધારે રહેતું હોય તો આહારમાંથી કેટલીક વસ્તુઓને દૂર કરવી જોઈએ. ખાવા પીવાની આ વસ્તુઓ એન્ઝાઈટીને વધારે છે. તેથી તેનાથી દૂર રહેવું જોઈએ.
કેફીન
આપણા શરીરને સૌથી વધુ અસર આહાર કરે છે. અને માનસિક સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો આધાર આહાર પર હોય છે. ખાસ કરીને એન્ઝાઈટી લેવલને કંટ્રોલ કરવું હોય તો કેફિન લેવાનું ટાળવું જોઈએ. જો દિવસ દરમિયાન તમે કેફિનનું સેવન વધારે કરો છો તો સ્ટ્રેસ પણ વધી શકે છે. ચા કે કોફી માં સૌથી વધુ કેફીન હોય છે.
ડીપ ફ્રાઇડ ફૂડ
ઘણા લોકો તળેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. દિવસમાં ઘણી વખત લોકો તળેલી વસ્તુઓ ખાતા હોય છે પરંતુ તળેલી વસ્તુઓ ખાવાથી પણ એન્ઝાઈટી ટ્રીગર થાય છે. સાથે જ તળેલી વસ્તુઓ સ્થૂળતા અને હાર્ટ સંબંધિત સમસ્યા પણ વધારે છે.
આલ્કોહોલ
આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે લોકોને એન્ઝાઇટીની સમસ્યા હોય તેમણે આલ્કોહોલ થી દૂર રહેવું જોઈએ. આલ્કોહોલથી એન્ઝાઈટી વધે છે અને સાથે જ કિડની અને લીવર પણ ડેમેજ થાય છે.
મીઠાઈ
મીઠાઈ ખાવી દરેક વ્યક્તિને પસંદ છે પરંતુ જો એન્ઝાઇટી લેવલ વધારે રહેતું હોય તો મીઠી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી એન્ઝાઈટી વધે છે. વધારે પ્રમાણમાં મીઠાઈ ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે.
સ્વીટ ડ્રિંક્સ
જો તમે પણ દિવસ દરમિયાન કોલ્ડ્ર ડ્રિંક્સ, મિલ્ક શેક જેવી વસ્તુઓનું સેવન વધારે કરો છો તો એન્ઝાઈટી લેવલ પણ વધારે જ રહેશે. એન્ઝાઈટી કંટ્રોલ કરવા માટે આ પ્રકારના સ્વીટ ડ્રિંક્સથી દૂર રહેવું.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)