હિન્દુ ધર્મમાં દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર વિષ્ણુજીની પૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર જયા એકાદશી ઉજવવામાં આવે છે. આ વર્ષે 20 ફેબ્રુઆરી 2024ના રોજ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, જયા એકાદશીનું વ્રત કરવાથી અને વિધિ-વિધાન અનુસાર વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
આ વખતે ઘણા શુભ યોગોમાં જયા એકાદશી ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર ,20 ફેબ્રુઆરીએ જયા એકાદશીના દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત ઘણા શુભ સંયોગનું નિર્માણ થશે. તે ઉપરાંત જયા એકાદશીના દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યાં છે. જેનાથી મેષ રાશિ સહિત કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ થશે. ચાલો જાણીએ આ લકી રાશિઓ વિશે.
મેષ રાશિ
માનસિક તણાવથી છૂટકારો મળશે. નોકરીમાં પદોન્નતિના અવસર મળશે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે.
વૃષભ રાશિ
કરિયરમાં નવી ઉપલબ્ધિઓ હાંસેલ થશે. ધન આગમન માટે નવા રસ્તા ખુલશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સુધરશે. જોબમાં પ્રમોશન કે અપ્રેઝલના ચાન્સ વધશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે.
સિંહ રાશિ
મિત્રોની મદદથી કાર્યોની અડચણો દૂર થશે. વેપારમાં પ્રગતિના યોગ બનશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. કરિયરમાં અપાર સફળતા મળશે. પારિવારિક જીવનમાં ખુશહાલીનો માહોલ રહેશે.
તુલા રાશિ
પરિવારજનો સાથે ધાર્મિક સ્થળ પર ફરવા જશો. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
ધનુ રાશિ
નોકરિયાત લોકો માટે સમય ખૂબ જ શુભ છે. અગાઉના રોકાણોનું સારુ રિટર્ન મળશે. આવકમાં વૃદ્ધિની નવી તકો મળશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે. વેપારમાં વૃદ્ધિનો માર્ગ સરળ બનશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)