સ્પ્રાઉટ્ એટલે કે ફણગાવેલા કઠોળ. આ એક પૌષ્ટિક આહાર છે. મગ, ચણા, જુવાર, બાજરી જેવી અનેક વસ્તુઓ તમે ફણગાવીને ખાઓ છો તો હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે. સ્પ્રાઉટ્માં દરેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. ફણગાવેલા કઠોળમાં ફાઇબરની માત્રા વધારેહોય છે જે મેટાબોલિઝમની પક્રિયાને તેજ કરે છે. અંકુરિત અનાજમાં ઘણા ધા એન્ઝાઇમ્સ હોય છે જે ડાયજેશન સિસ્ટમને સારી કરે છે. આ ભોજન પચાવવામાં અને પોષક તત્વોને એબ્જોર્બ કરવામાં ઝડપથી કામ કરે છે.
ફણગાવેલા કઠોળમાં સ્ટાર્ચની માત્રા ઓછી હોય છે. આ માટે કાર્બોહાઇડ્રેટની માત્રા બહુ ઓછી હોય છે. સ્પ્રાઉટ્સમાં પ્રોટીનની માત્રા વઘારે છે. ફણગાવેલા કઠોળ તમે દરરોજ ખાઓ છો તો હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે. જ્યારે તમે ફણગાવેલા કઠોળ ખાઓ છો ત્યાર પછી પેટ ભરેલુ રહે છે, જેના કારણે તમને જલદી ભૂખ લાગતી નથી અને સાથે વજન પણ કંટ્રોલમાં રહે છે. આમ, તમે વજન ઉતારી રહ્યા છો તો ફણગાવેલા કઠોળ સવારમાં ખાવાનું શરૂ કરી દો.
ઘણાં બધા લોકોમાં લોહીની ઉણપ હોય છે. આ લોહીની ઉણપને પૂરી કરવા માટે તમે સ્પ્રાઉટ્સ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. સ્પ્રાઉટ્સ ખાવાથી લોહીની ઉણપ જલદી પૂરી થાય છે. આમ, ઘણાં લોકોને લોહીની બોટલ ચઢાવવી પડતી હોય છે, એવામાં તમે ફણગાવેલા કઠોળ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીમાં લાલ રક્ત કોશિકાઓ એટલે કે આરબીસી અને શ્વેત રક્ત કોશિકાઓ એટલે કે ડબ્લ્યૂબીસીના પ્રોડક્શનમાં તેજી લાવે છે. આનાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે. આરબીસી વધારે હોવાથી શરીરના અંગ-અંગમાં ઓક્સિજનનો સપ્લાય સારો થાય છે જેના કારણે શરીરના અંગો સ્વસ્થ રહે છે.
સ્પ્રાઉટ્સમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે લોહીમાંથી બેડ કોલેસ્ટ્રોલ એલડીએલની માત્રા ઓછી કરે છે. આ સિવાય આમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે બ્લડ વેસલ્સમાં ઇન્ફ્લામેશ થવા દેતા નથી. આ કારણે સ્પ્રાઉટ્સ ખાવાથી હાર્ટ સંબંધીત બીમારીઓ થાય છે.
સ્પ્રાઉટ્સમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન એ, વિટામીન સી અને બીજા અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે. આ માટે સ્પ્રાઉટ્સનું સેવન તમે કરો છો તો સ્કિન સંબંધીત સમસ્યાઓ દૂર થઇ જાય છે.
ફણગાવેલા કઠોળમાં વિટામીની સીની માત્રા સારી હોય છે. આમ, તમારા શરીરમાં વિટામીન સીની ઉણપ છે તો તમે સ્પ્રાઉટ્સ ખાવાનું શરૂ કરી દો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)