સનાતન ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. સોમવારના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેટલા ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મહાદેવ વિશે કહેવાય છે કે જે વ્યક્તિ પર તેમની કૃપા હોય તેના જીવનમાં કોઈ સમસ્યા રહેતી નથી.
ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભોળાનાથ પોતાના ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે એવી માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ સોમવારના દિવસે કયા ઉપાયો કરવાથી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કયા કામ કરવાનું ટાળવું જોઈએ.
સોમવારના દિવસે જો તમે આ કેટલાક સરળ ઉપાય કરી લેશો તો જીવનમાંથી ધન સંબંધિત સમસ્યા, કરજ, સંબંધોની સમસ્યા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.
સોમવારના ઉપાય
સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર બિલિપત્ર, અક્ષત, ચંદન, ધતુરો અને આંકડાના ફૂલ અર્પણ કરો. તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
જો કુંડળીમાં કોઈ અશુભ ગ્રહ હોય અને તેના કારણે જીવનમાં સમસ્યા આવતી હોય તો સોમવારના દિવસે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં કાળા તલ ઉમેરી શિવજીને અર્પણ કરો.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોને શનિ રાહુ કે કેતુનો ખરાબ પ્રભાવ નડતો હોય તેમણે શિવ મંદિરમાં જઈને શિવજી સામે દીવો પ્રજવલિત કરી તેમાં કાળા તલ ઉમેરવા જોઈએ. મંદિરમાં કાળા તલનો દીવો કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને ઘીનો દીવો કરવાથી જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી.
સોમવારે સ્નાનાદી કર્મ કરી શિવ મંદિરમાં જઈને અથવા તો ઘરના મંદિરના પૂજા સ્થાન પર મહામૃત્યંજય મંત્રનો 108 વખત જાપ કરો.
સોમવારે શિવ પૂજા દરમિયાન ન કરો આ કામ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે. શિવ પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ કરવો નહીં.
શાસ્ત્ર અનુસાર ભગવાન શિવને નાળિયેરનું પાણી પણ ચઢાવવું નહીં.
સોમવારના દિવસે કોઈ પણ વ્યક્તિને સફેદ વસ્ત્ર કે દૂધનું દાન કરવું નહીં આ દિવસે ખાંડનો ઉપયોગ પણ ઓછો કરવો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)