બુધ આજે પોતાની ચાલમાં ફેરફાર કરી રહ્યો છે. હાલમાં ગ્રહોના રાજકુમાર બુધ શનિની રાશિમાં બિરાજમાન છે. જે આજે ફરીથી શનિની રાશિમાં ફરીથી ગોચર કર્યું છે. બુધે સવારે 6.07 વાગે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. કુંભ રાશિમાં બુધના ગોચરથી શનિ, બુધ અને સૂર્યની યુતિ બની છે. કુંભ રાશિમાં 3 મોટા ગ્રહોની યુતિ 7 માર્ચ સવારે 9.35 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત કુંભ રાશિમાં બુધના પ્રવેશથી બુધાદિત્ય રાજયોગ પણ બન્યો છે. જેનાથી કેટલીક રાશિઓનો લકી સમય શરૂ થઈ શકે છે. જાણો બુધના ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય પલટશે.
મેષ : કુંભ રાશિમાં શનિ બુધ અને સૂર્યની યુતિ બનવાથી મેષ રાશિના લોકોને લાભ થશે. કાર્યક્ષેત્રે આવનારી મુશ્કેલીઓ આપોઆપ દૂર થશે. વેપારમાં ધનલાભ થવાની શક્યતા છે. નોકરીયાતોને પોતાના બોસ અને સહયોગીઓનો સાથ મળશે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો. લગ્નજીવનમાં મધુરતા રહેશે.
સિંહ : સિંહ રાશિના જાતકો માટે શનિ બુધ અને સૂર્યની યુતિ ફાયદાકારક રહેશે. બુધ અને સૂર્યના શુભ પ્રભાવથી વેપાર સંલગ્ન યોજનાઓ કમાલ કરી દેખાડશે. સમાજમાં નામ અને કામ બંને રીતે માન સન્માન મળશે. સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક લોકો પરિવાર સાથે સમય વિતાવશે. બુધની કૃપાથી અટકેલા કામ પાર પડશે.
કર્ક : બુધ ગોચરથી શનિ, બુધ અને સૂર્યનીયુતિ કર્ક રાશિવાળાને ખુબ લાભ કરાવશે. વેપારમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. બુધ અને સૂર્યની કૃપાથી વિદ્યાર્થીઓના મન અભ્યાસમાં લાગશે. સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે. આર્થિક મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થવા લાગશે.
બુધાદિત્ય રાજયોગ
કુંભ રાશિમાં પહેલેથી જ સૂર્યદેવ અને શનિદેવ બિરાજમાન છે એટલે આવામાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ પણ બન્યો છે. જ્યારે શનિદેવના કુંભ રાશિમાં હોવાથી શશ રાજયોગ પણ બન્યો છે. જે કેટલાક જાતકોને ખુબ લાભ કરાવશે.
મેષ : બુધાદિત્ય રાજયોગથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સમાજમાં માનસન્માન વધશે. જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થશે. એકાદશ ભાવમાં રહીને બુધ તમને શુભ ફળ આપશે.
વૃષભ : બુધાદિત્ય રાજયોગ કરાવશે ફાયદો, તમારી રાશિમાં બુધનું 10માં ભાવમાં ગોચર થયું છે. દશમ ભાવમાં બુધ તમારા માટે ખુબ લાભકારી સાબિત થશે અને તમને પદ પ્રતિષ્ઠા અપાવશે. આ દરમિાયન નાણાકીય મામલાઓમાં મજબૂતી મળશે.
મકર : બુધના ગોચરનું શુભ ફળ તમને પણ મળશે. તમારી ધન સંપત્તિમાં વધારો થશે. રોકાણથી પણ લાભ થશે. નવા લોકો સાથે સંપર્ક બનશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)