જ્યોતિષશાસ્ત્રમાં બુધને રાજકુમાર ગ્રહ કહેવામાં આવે છે. જ્યારે બુધ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે તમામ રાશિઓને અસર કરે છે. જ્યોતિષમાં, બુધને બુદ્ધિ અને વાણી માટે જવાબદાર ગ્રહ તરીકે વર્ણવવામાં આવ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, બુધ ગ્રહ આજે 20 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 05.48 કલાકે કુંભ રાશિમાં ગોચર થયા છે.
બુધના સંક્રમણને કારણે ત્રિગ્રહી યોગ બનશે
બુધના સંક્રમણને કારણે કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે. 11મી ફેબ્રુઆરીથી શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થઈ રહ્યા છે અને સૂર્યદેવ 13મી ફેબ્રુઆરીએ સંક્રમણ કરશે. આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગના કારણે આ રાશિના લોકોને ફાયદો થશે.
મેષ રાશિ
કુંભ રાશિમાં બુધનું સંક્રમણ પરિવારમાં સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓનો પણ સહયોગ મળશે. શુભ કાર્યોમાં ભાગ લઈ શકશો. સંતાન થવાની શક્યતાઓ પણ છે.
વૃષભ રાશિ
ત્રિગ્રહી યોગના કારણે વૃષણ રાશિવાળા લોકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદેશ પ્રવાસની તકો છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. માતા- પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈપણ પર્યટન સ્થળની યાત્રા પર જઈ શકો છો.
મિથુન રાશિ
બુધનો પ્રભાવ મિથુન રાશિના લોકોને તેમના કામમાં સફળતા અપાવશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે. હિંમત વધશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. ત્રિગ્રહી યોગના કારણે તમને આર્થિક લાભ થઈ શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)