હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં, એક રાશિમાં બે ગ્રહોના જોડાણને સંયોગ કહેવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ 12 વર્ષ પછી 24 એપ્રિલ 2024ના રોજ ગુરુ અને શુક્રનો સંયોગ બની રહ્યો છે. ગુરુ અને શુક્રનો આ સંયોગ મેષ રાશિમાં થઈ રહ્યો છે, જેની અસર તમામ રાશિના લોકો પર પડશે. જાણો કઈ રાશિના જાતકોને આ યુતિથી ફાયદો થશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે ગુરુ-શુક્રનો યુતિ સૌથી વધુ ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોને અણધાર્યા નાણાંકીય લાભ મળી શકે છે. ગુરુ અને શુક્રની યુતિના કારણે યુવાનોને કરિયરમાં ફાયદો થઈ શકે છે. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. સંતાન તરફથી તમને ખુશી મળી શકે છે.
મિથુન
મિથુન રાશિના લોકોને 24મી એપ્રિલે ગુરુ અને શુક્રની યુતિથી ઘણો ફાયદો થઈ શકે છે. કોર્પોરેટ ક્ષેત્રમાં તમને સારો નફો મળી શકે છે. દરેક કાર્યનું સાનુકૂળ પરિણામ મળશે. ધંધામાં પણ નફો થવાથી તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે.
કર્ક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શુક્રના સંયોગને કારણે કર્ક રાશિવાળા લોકો પર પણ દેવી લક્ષ્મીની કૃપા રહેશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પગાર વધવાથી ઘરની પરિસ્થિતિ સુધરશે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)