હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખુબ મહત્વ છે. ભગવાન શિવને સમર્પિત આ દિવસે વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. જીવનમાં સુખ સંપત્તિ વધે છે. દર વર્ષે મહા વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે. એવું કહેવાય છે કે શિવરાત્રિના દિવસે દ્વાપર યુગની શરૂઆત થઈ હતી અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિના દિવસે પ્રગટ થયું હતું.
આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ શુક્રવારે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે ખુબ દુર્લભ યોગ બની રહ્યો છે. એવું કહેવાય છે કે આ યોગ 300 વર્ષ બાદ બની રહ્યો છે. જેનાથી કેટલાક રાશિવાળા પર શિવજીની કૃપા રહેશે. હિન્દુ પંચાગ મુજબ શિવરાત્રિના દિવસે સવારે 4.45 વાગ્યાથી લઈને આખો દિવસ શિવ યોગ રહેશે. જે 10.41 વાગ્યા સુધી છે. મકર રાશિમાં મંગળ અને ચંદ્રમાની યુતિ થઈ રહી ચે. જેનાથી ચંદ્રમંગળ યોગ બની રહ્યો છે. આ સાથે જ કુંભ રાશિમાં શુક્ર, શનિ, અને સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે અને મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ થઈ રહી છે. જાણો લકી રાશિઓ વિશે…
મેષ
મેષ રાશિના જાતકો પર બાબા ભોલેનાથની અસીમ કૃપા રહેશે. આ રાશિના જાતકોને નાણાકીય લાભ સાથે દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ, પ્રમોશનના પણ પ્રબળ યોગ છે. આ સાથે જ આવકમાં પણ વધારો થશે. આકરી મહેનતનું હવે ફળ મળશે. નેતૃત્વ ક્ષમતા પણ વધશે. કરિયરમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. પ્રગતિ થશે. ધંધામાં સારી તકો મળી શકે છે. તમે ખુબ લાભ કમાઈ શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ખુલશે. કરવામાં આવેલા રોકાણોનો લાભ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મિથુન
આ રાશિના જાતકો પર ભગવાન શિવજીની વિશેષ કૃપા થઈ શકે છે. વ્યવયાયિક જીવનની વાત કરીએ તો તમને પ્રગતિ થવાના ચાન્સ છે. ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો. આ સાથે જ વેપારની વાત કરીએ તો નવી ડીલ સાઈન કરી શકો છો. ભવિષ્યમાં પણ ખુબ લાભ થશે. સંબંધોમાં સારા એવા લાભ થશે. ભગવાન શિવજીની કૃપાથી લાંબા સમયથી અટકી પડેલા કામ ફરીએકવાર શરૂ થઈ શકે છે. સફળતા મળશે.
સિંહ
સિંહ રાશિના જાતકોને પણ ખુબ લાભ થવાનો છે. આ રાશિના જાતકોને ધન કમાવવાની અનેક તકો મળી શકે છે. પાર્ટનરશીપમાં કરાયેલા કામોમાં ખુબ લાભ થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કરજમાંથી છૂટકારો મળશે અને બેંક બેલેન્સ પણ વધશે. નવું વાહન, ઘર કે સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. આ સાથે જ સંબંધોની વાત કરીએ તો તમારા પક્ષમાં રહેશે બધુ. શિવજી અને પાર્વતીજીની કૃપાથી તમારા સંબંધમાં બધુ સારું રહેશે. લવ લાઈફ સારી રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)