વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ 7 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી રાહુ ગ્રહ સ્થિત છે. તેવામાં મીન રાશિમાં બુધ અને રાહુની યુતિ 18 વર્ષ બાદ બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2006માં મીન રાશિમાં બંને ગ્રહોની યુતિ બની હતી. તેવામાં આ બંને ગ્રહોની યુતિનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે, જેનું આ સમયે ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જાતકોને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે રાહુ અને બુધની યુતિ લાભકારી સાબિત થશે. કારણ કે આ યુતિ તમારી રાશિના આવક અને લાભ સ્થાનમાં બનવા જઈ રહી છે. તેથી આ દરમિયાન તમને કરિયરમાં અદ્ભુત પરિણામ મળશે અને બેન્ક બેલેન્સમાં વધારો થશે. સાથે નોકરી કરનાર જાતકો આ સમયમાં મહેનત કરશે તેની પ્રશંસા મળશે. તમારી આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. તો રોકાણથી લાભ થશે.
કર્ક
રાહુ અને બુધનો સંયોગ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે કર્ક રાશિના જાતકોના કાર્ય પૂરા થશે અને સરકારી કાર્યોમાં લાભ થશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આ સમય ફળદાયી સાબિત થશે. તમે આ સમયે કામ-કારોબારના સંબંધમાં યાત્રા પણ કરી શકો છો, જે શુભ સાબિત થશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
વૃશ્ચિક
તમારા માટે રાહુ અને બુધની યુતિ શુભ સાબિત થશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે પ્રોફેશનલ લક્ષ્યોને પૂરા કરવા માટે આ સમય સારો રહેશે અને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમારો કોઈ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તોતમને સફળતા મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)