હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષના અંતિમ ફાગણ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. ફાગણ મહિનામાં ઘણા મોટા વ્રત અને તહેવાર આવે છે. ફાગણ મહિનાની કૃષ્ન પક્ષની ચતુર્થી તિથિ ગણેશજીને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવી અને ગણેશજીની આરાધના કરવાથી ભક્તોના તમામ દુખ કષ્ટ દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન ગણેશની શુભ મુહૂર્તમાં પૂજા અર્ચન કરવાથી ભક્તોના દુખ સંતાપ મટી જાય છે. શાસ્ત્રોમાં ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે. માન્યતા છે કે કોઇ પણ પૂજા અને શુભ કાર્યની શરૂઆત ગણેશજીના નામથી કરવામાં આવે, તો તે કાર્ય નિર્વિઘ્ન પૂરી થાય છે. જાણો આ વખતે ક્યારે ઉજવવામાં આવશે સંકટ ચોથ અને પૂજાનું શુભ મુહૂર્ત.
દ્વિજપ્રિય સંકટ ચોથનું શુભ મુહૂર્ત
તમને જણાવી દઇએ કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનર ચતુર્થી તિથિને દ્વિજપ્રિય સંકટ ચોથના નામથી ઓળખવામાં આ વખતે સંકટ ચોથ 28 ફેબ્રુઆરી 2024, બુધવારે સવારે 1:53 મિનિટથી શરૂ થઇ રહી છે અને તિથિનું સમાપન 29 ફેબ્રુઆરી સવારે 4:18 મિનિટ પર થશે. એવામાં 28 ફેબ્રુઆરીના રોજ જ સંકટ ચોથનું વ્રત અને પૂજા કરવામાં આવશે.
સંકટ ચોથ પર કરો આ ઉપાય
બાધાઓમાંથી મળશે મુક્તિ
સંકટ ચોથના દિવસે ગણેશજીની સમક્ષ બે સોપારી અને બે ઇલાયચી રાખીને તેમની પૂજા કરો. તેનાથી ગણેશ પ્રસન્ન થઇને ભક્તો પર કૃપા વરસાવે છે અને સાધકોની આવનાર બાધાઓ દૂર કરે છે.
સંપત્તિ વધારવા માટે
જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો સંકટ ચોથના દિવસે લાલ રંગનું કપડું લઈને તેમાં શ્રી યંત્ર અને સોપારી રાખો. આ પછી ભગવાન ગણેશની પૂજા કરો. પૂજા કર્યા પછી આ વસ્તુઓને તિજોરીમાં લાલ કપડાથી ઢાંકીને રાખો. તેનાથી વ્યક્તિની સંપત્તિમાં વધારો થશે.
ચંદ્ર દેવને જળ ચઢાવો
દ્વિજપ્રિયા સંકટ ચોથ (સંકષ્ટી ચતુર્થી) ની સાંજે ચંદ્રોદય પછી, ચંદ્ર ભગવાનને ધાર્મિક રીતે અર્ઘ્ય ચઢાવો. આ દિવસે સાંજના સમયે એક વાસણમાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, કુશ, ફૂલ, અક્ષત વગેરે ઉમેરીને ચંદ્રને અર્પણ કરો. આનાથી ચંદ્ર ભગવાન પ્રસન્ન થાય છે અને તમારા પરિવારને સમૃદ્ધિ આપે છે.
કરો આ મંત્રનો જાપ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર સંકટ ચોથ (સંકષ્ટી ચતુર્થી) ના દિવસે વિદ્યાર્થી ॐ गं गणपतये नमः મંત્રનો જાપ કરે. તેનાથી તમારી પ્રખર બુદ્ધિ, શિક્ષા અને જ્ઞાનની પ્રાપ્તિ થશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)