fbpx
Sunday, December 22, 2024

સમતોલ આહાર એટલે શુ ? 😅😝😂😜🤣🤪

ફિઝિક્સની વાઇવા – મૌખિક પરીક્ષા હતી,
બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો….
પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો : તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો : બારી ખોલી નાખુ….
પ્રોફેસરે ખુશ થઈને કહ્યું : વાહ, ગુડ.. હવે એ કહે કે..
ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય, ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય
અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર હોય,
હવાની ગતિ ૪૦ માઈલ પર અવર હોય, ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય
તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ?
વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો.
તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે ભાઈ તુ બારી ખોલતો નહી.
બીજો વિદ્યાર્થી અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો :
તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
જવાબ આવ્યો : સર, હું કોટ કાઢી નાખું…
પ્રોફેસર થોડા અચકાયા, ફરી પૂછ્યું : પણ જો વધુ ગરમી લાગે તો શું કર?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો : જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ
હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા, એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો,
: ભાઈ, જો ખુબજ ગરમી લાગે તો શું કર?
જવાબ આવ્યો : આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું..
પ્રોફેસરની ધીરજ ખૂટી, ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા : ભાઈ,
તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ કહ્યું : તો પછી હું બનિયાન અને પેન્ટ, મોજા, બુટ પણ કાઢી નાખું…
પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું :
ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ?
વિદ્યાર્થી : સાહેબ.. મને ગમે તે થાય, કે મારા સમાન ને ગમે તે થાય પણ..
હું બારી નઈ ખોલું ,નઈ ખોલું અને નઈજ ખોલું…
😅😝😂😜🤣🤪

શિક્ષિકા : મનિયા, સમતોલ આહાર એટલે શુ ?

મનિયો : બહેન, મારુ માનવુ છે કે
બંને હાથમાં બબ્બે ચોકલેટ કે બબ્બે બિસ્કીટ
હોય તો સમતોલ આહાર કહેવાય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles