ભોળાનાથનો દિવસ એટલે કે મહાશિવરાત્રીનું આગમન હવે ખૂબ જ નજીક છે. શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે, કારણકે તેમની પ્રાર્થના કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. શિવજીને અભિષેક કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. કઈ કઈ વસ્તુથી શિવજીનો અભિષેક કરવો જોઈએ.
આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે છે, જેની રાહ તમામ શિવભક્તો આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ તિથિએ માતા પાર્વતી અને ભગવાન શંકરના લગ્ન થયા હતા. તેથી આ દિવસને શિવ અને શક્તિના મિલન તરીકે પણ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શિવ-પાર્વતીની પૂજા કરવાનો નિયમ છે. પંડિતો અને જ્યોતિષીઓ પોતપોતાના વિધિ-વિધાન કહે છે. કહેવાય છે કે, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર અને માતા ગૌરીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. શિવજીને કઈ કઈ વસ્તુઓનો અભિષેક કરવો જોઈએ…
ગંગાજળ : શિવ ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રિ પર ઘણા ઉપાયો કરે છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગા જળથી અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર ગંગાજળ ચઢાવવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વળી, બધાં દુઃખોનો નાશ થાય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીના શિવલિંગ ઉપર ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. કહેવાય છે કે, ગંગાજળથી અભિષેક કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે.
મધ : માન્યતા છે કે, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો મધથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી ધન લાભનો માર્ગ મોકળો થાય છે.
ઘી : શિવરાત્રીના વિશેષ અવસર પર શિવલિંગ પર ઘી ચઢાવવાથી વંશ પણ વધે છે. આથી શિવજીને ઘીનો અભિષેક પણ કરી શકાય છે.
સરસવનું તેલ : મહાશિવરાત્રિના દિવસે સરસવનું તેલ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આમ કરવાથી વ્યક્તિને ગ્રહ દોષોથી મુક્તિ મળે છે. અટકેલાં કામ પૂરા થાય.
બીલીપત્ર : મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીને બીલીપત્ર અવશ્ય અર્પણ કરવા જોઈએ. બીલીપત્ર ભગવાન ભોળાનાથને ખૂબ પ્રિય માનવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો છો, તો તેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)