fbpx
Saturday, January 11, 2025

બુધનું કુંભ રાશિમાં ગોચર થતાં જ વિજયા એકાદશીથી આ રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે

બુધ ગ્રહને લેખન શક્તિ, યાદશક્તિ, મેનેજમેન્ટ, બૌદ્ધિકતા, પત્રકારિતા જગતના કારક માનવામાં આવે છે. ત્યારે ફાગણ મહીનાની કૃષ્ણ પક્ષ એકાદશી તિથિ એટલે કે આગામી 6 માર્ચ, 2024 બુધવારના રોજ રાત્રે 3.30 વાગ્યા પછી બુધ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. ગ્રહોમાં બુધને રાજકુમારની ઉપાધિ આપવામાં આવી છે. મીન રાશિમાં ગોચર કરતા બુધની સ્થિતિ નીચી જશે.

નીચા સ્થાનના કારણે બુધ પોતાનો સંપૂર્ણ પ્રભાવ આપવામાં સફળ નહીં થાય. જોકે, બુધના આ ગોચરની અસર અમુક રાશિઓના જીવનમાં ખાસ પડશે, જે તેમનું ભાગ્ય બદલી નાંખશે.

આ રાશિઓ પર થશ બુધ ગોચરની અસર

મેષ-
પરાક્રમ ઘટી શકે છે. ભાઇ-બહેનો તથા મિત્રો સાથે તણાવ અથવા ખર્ચની સ્થિતિ ઊભી થઇ શકે છે. ખાસ વ્યક્તિ સાથે તણાવ થઇ શકે છે. સ્કિન એલર્જી કે આંતરિક રોગના કારણે તણાવ અનુભવશો. સ્વાસ્થ્યના કારણે અચાનક ખર્ચ વધશે.

વૃષભ

પૈસા સંબંધિત કાર્યોમાં પ્રગતિની સ્થિતિ બની શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. અભ્યાસમાં પ્રગતિ થશે. અચાનક ધનલાભ ખાસ કરીને શેર બજારમાં ધન લાભ થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.

મિથુન

મનોબળમાં નકારાત્મકતા આવી શકે છે. ઘર અને વાહન ક્ષેત્રમાં પ્રગતિ થઇ શકે છે. નોકરીમાં પરિવર્તન આવી શકે છે. લિડરશિપ ક્ષમતામાં પરીવર્તન આવી શકે છે. જમીન મિલકત સંબંધિત કાર્યમાં પ્રગતિ થઇ શકે છે. સુખના સંસાધનોમાં વધારો થઇ શકે છે. માતાના સુખમાં વધારો થઇ શકે છે.

કર્ક

પરાક્રમમાં વધારો થશે. ભાઇ-બહેનો અને મિત્રોનો સહયોગ મળશે. અચાનક ખર્ચ વધી શકે છે. કામમાં સામાન્ય અવરોધ આવી શકે છે. બૌદ્ધિક ક્ષમતાના આધારે નવું કામ થશે. સામાજીક ક્ષેત્રમાં વધારો થશે. ભોગ વિલાસતા પર ખર્ચ વધશે.

સિંહ

પારિવારીક કાર્યોમાં વધારો થશે. બિઝનેસ કરતા લોકો માટે સમય અનુકૂળ રહેશે. આવક સંબંધિત કાર્યોમાં સામાન્ય અવરોધો આવી શકે છે. વધારે મહેનત કરવા છતા લાભ ઓછો રહેશે. પેટ, પેશાબ, શુગર અથવા આંતરિક સમસ્યાના કારણે તણાવ વધી શકે છે.

કન્યા

મનોબળમાં નકારાત્મકતા સંભવ છે. દામ્પત્ય જીવનમાં પ્રગતિ અને પ્રેમ સંબંધોમાં સુધાર થશે. આવક વધશે. ઘર અને વાહન સુખમાં વધારો થશે. પાર્ટનરશિપના કામમાં લાભ થશે. બિઝનેસમાં સ્થિતિ સુધરશે. નોકરીમાં પરીવર્તન તથા મહેનતમાં અવરોધ આવી શકે છે.

તુલા

લાંબા અંતરની મુસાફરી થઇ શકે છે. અચાનક ખર્ચ વધી શકે છે. નજીકના વ્યક્તિ સાથે તણાવ ઊભો થઇ શકે છે. કામમાં ભાગ્યનો ઓછો સાથ મળશે. સ્કિન એલર્જીની સમસ્યાથી તણાવ આવી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઇને તણાવની સંભાવના છે. શુગર અથવા પેશાબ સંબંધિત સમસ્યાઓથી સતર્ક રહો.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles