હિન્દુ શાસ્ત્રમાં જણાવાયું છે કે સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. જેમાં બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય દેવ ગણપતિને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ કામ કરી લેવામાં આવે તો ભક્તોના જીવનના બધા કષ્ટ પણ દૂર થઈ જાય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરી લેવાથી દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે.
હિંદુ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવાનું હોય તો સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા પછી જે પણ કામ કરવામાં આવે છે તે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. તેમની પૂજાથી વ્યક્તિના દરેક કાર્યની બાધાઓ દૂર થવા લાગે છે.. તેમના આશીર્વાદ પ્રાપ્ત હોય તો દરેક કાર્યોમાં સફળતા મળવા લાગે છે. બુધવારના દિવસે વ્રત કરવું પણ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરી લેવાથી જીવનમાંથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ ગણાય છે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે કે બુધવારે તેમની પૂજા કરીને તેમને દુર્વા અર્પણ કરો. દુર્વા અર્પણ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.
જો તમે લાંબા સમયથી નોકરી કરી રહ્યા છો અને તમને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું. આમ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે.
બુધવારના દિવસે ગણેશના મંદિરમાં જઈને તેમને સિંદૂર ચઢાવો. ત્યાર પછી તે સિંદૂરથી પોતાના માથા પર તિલક કરો. આ કામ કરીને તમે જે પણ કાર્ય કરવા જશો તેમાં તમને સફળતા મળશે.
જો કુંડળીમાં બુધ ગ્રહનો દોષ હોય તો ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. બુધ દોષથી છુટકારો મેળવવા માટે ભગવાન ગણેશની સાથે માં લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ.
બુધવારના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું તેનાથી માં લક્ષ્મીનો પ્રવેશ ઘરમાં થાય છે અને ઘરની ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)