મહાશિવરાત્રિને ધર્મ અને જ્યોતિષમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચે એટલે કે આજે છે અને ગ્રહોનો ખુબ જ શુભ યોગ પણ બની રહ્યો છે. મહાશિવરાત્રિના અવસરે કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવો એ 3 રાશિવાળાને ખુબ જ લાભ કરાવશે. મહાદેવની કૃપા વરસશે. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર શિવયોગ, સિદ્ધ યોગ અને સર્વાર્થ યોગ પણ બની રહ્યા છે.
આજે મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય અને શનિ પહેલેથી જ કુંભ રાશિમાં છે. જ્યારે મહાશિવરાત્રિના એક દિવસ પહેલા 7 માર્ચના રોજ શુક્ર પણ ગોચર કરીને કુંભમાં આવી ગયો છે. આ ત્રણેય ગ્રહો કુંભ રાશિમાં ભેગા થતા ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.
આ ઉપરાંત 7 માર્ચના રોજ બુધ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. તથા માર્ચના અંત સુધીમાં આ રાશિમાં રહેશે. આ રીતે બે મોટા ફેરફારની અસર પણ તમામ રાશિઓ પર પડશે. 3 રાશિવાળા એવા છે જેમના માટે આ યોગ મહાશિવરાત્રિથી જીવનમાં સારા દિવસોની શરૂઆત કરાવશે. ભાગ્ય પલટાઈ જશે.
વધુ એક યોગ બની રહ્યો છે. મંગળ અને ચંદ્રમા મકર રાશિમાં બિરાજમાન થઈને લક્ષ્મી યોગ બનાવશે. મહાશિવરાત્રિ પર શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ પણ બની રહ્યા છે. આ સાથે જ શ્રવણ નક્ષત્ર અને ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે. આ શુભ યોગોનો સંયોગ 3 રાશિઓ માટે અત્યંત શુભ છે. જાણો તે લકી રાશિઓ વિશે…
મેષ
મેષ રાશિવાળા માટે મહાશિવરાત્રિ પર બની રહેલો ત્રિગ્રહી યોગ સહિત અન્ય યોગ ખુબ ફાયદો કરાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવો વેપાર શરૂ કરી રહ્યા હશો તો તેમાં અપાર સફળતા મળશે. વેપારી જાતકોને આ મહિને તગડો નફો થઈ શકે છે. ઘરમાં ખુશહાલી રહેશે.
વૃષભ
મહાશિવરાત્રિ પર ગ્રહોની ચાલ વૃષભ રાશિવાળા માટે પણ લાભકારી સાબિત થઈ શકે છે. તમારી સમસ્યાઓનો હવે અંત આવશે. નવી શરૂઆત થશે. તમારી મહેનત અને સંઘર્ષનું ફળ મળશે. પ્રમોશન મળવાના યોગ છે. મુસાફરી કરી શકો છો.
તુલા
મહાશિવરાત્રિથી તુલા રાશિવાળાના જીવનમાં પણ સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. નવા રસ્તા ખુલશે. તમને નવી તકો અને જવાબદારીઓ મળશે. નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)