fbpx
Saturday, January 11, 2025

ઉધરસથી કંટાળી ગયા છો? તો આ ઘરેલું ઉપાય અજમાવો, તરત જ રાહત મળશે

શરદી ખાંસી હાલના સમયમાં કોઈપણ વ્યક્તિને ચિંતા માં મુકવા માટે પૂરતું છે. જેના કારણે કફની સમસ્યા પણ જોવા મળે છે. બદલાતા મોસમમાં પણ ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે.

જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. જો લોકોને લાંબા સમય સુધી છાતીમાં કફ જમા રહે છે. તો તેના કારણે ફેફસાંમાં સંક્રમણ અને સોજાની શરૂઆત થઈ શકે છે. તેવામાં આવો જાણીએ કફ થી છુટકારો મેળવવાના ઉપાયો.

સ્ટીમ લો : કફને દૂર કરવા માટે સ્ટીમ લેવું સૌથી સારો વિકલ્પ છે. તેની ગરમીથી ગળાની ખરાશ દૂર થાય છે. તેમજ તે ગળા અને નાકના રસ્તાથી શરીરમાં પ્રવેશ કરે છે. તો તે કફને દૂર કરવામાં મદદ કરે છે. આ સમયમાં આમ પણ એક્સપર્ટ બે થી ત્રણવાર સ્ટીમ લેવાની સલાહ આપે છે.

કાળી મરી : છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે કાળી મરીનું સેવન પણ લાભકારી સાબિત થઇ શકે છે.તેવામાં ગળામાં ખરાશ અને શરદી ખાસીની પરેશાની પણ દૂર થઇ શકે છે. તમે કાળી મરીને એક ચમચી મધમાં વાટીને લો. કાળી મરીથી બનેલો ઉકાળો નું સેવન પણ તમે કરી શકો છો.

ગાર્ગલ કરો : કફ થવા પર મીઠુ પાણીમાં નાખીને કોગળા કરવાથી તે અસરદાર સાબિત થઇ શકે છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખેલા પાણીથી કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવા દૂર કરી શકાય છે સાથે જ તે કફને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આદુ : આદુ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે નાકના પેસેજ ને ક્લિયર કરે છે. તેમાં રહેલા તત્વ શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. આદુને વાટીને તેમાં લીંબુના રસમાં ભેળવીને તેનું સેવન કરો. આ ઉપરાંત તમે આદુવાળી ચા પણ પી શકો છો.

ફુદીનાનું તેલ : હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ફુદીનાના તેલને ને છાતી પર લગાવવાથી કફને પ્રાકૃતિક રૂપથી દૂર કરવામાં મદદ મળશે.ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને સ્ટીમ પણ લઈ શકો છો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles