જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમાર માનવામાં આવે છે. બુદ્ધ ગ્રહને બુદ્ધિ, વિચાર અને શિક્ષણનું પ્રતિક માનવામાં આવે છે. તેને જ્ઞાન, વિચારવાની ક્ષમતા અને કાર્ય કૌશલ્યનું પરિબળ પણ ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, 07 માર્ચે સવારે 09:21 કલાકે તેનો જળ તત્વ મીન રાશિમાં પ્રવેશ થયો છે. મીન રાશિમાં તેના સંક્રમણને કારણે ઘણી એવી રાશિઓ છે જેના માટે આ ગ્રહનું સંક્રમણ શુભ માનવામાં આવે છે.
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે બુધનું સંક્રમણ શુભ માનવામાં આવે છે. બુધના રાશિ પરિવર્તનને કારણે આ રાશિના લોકોના આવકના સ્ત્રોતમાં વધારો થશે. આ સમયે તમારું સંપૂર્ણ ધ્યાન પૈસા કમાવવા પર રહેશે. વૃષભ રાશિના લોકો પોતાના કરિયરમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. વૃષભ રાશિના લોકોને તેમના માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.
મિથુન
મિથુન રાશિના લોકો માટે બુધનું સંક્રમણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. તમને અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે. તમે લાંબા અંતરની મુસાફરી પણ કરી શકો છો. તમને તમારા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. મિથુન રાશિના જે લોકો વેપાર ક્ષેત્રે છે તેઓને પણ બુધના સંક્રમણથી લાભ થઈ શકે છે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે બુધનું સંક્રમણ શુભ પરિણામ લાવે છે. બુધ ગ્રહની કૃપાથી આ રાશિના લોકોને આર્થિક લાભ થઈ શકે છે. તમને વ્યવસાયિક લાભ પણ મળી શકે છે. તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. સિંહ રાશિના લોકો માટે આ ગ્રહ સંક્રમણ જીવનમાં સફળતા લાવશે. જીવનમાં ખુશીઓ આવશે.
મીન
મીન રાશિના લોકો માટે બુધનું સંક્રમણ સારું માનવામાં આવે છે. આ રાશિના લોકો ઈચ્છિત પરિણામ મેળવી શકે છે. આ રાશિના લોકોને નોકરીમાં સફળતા મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. પ્રેમ સંબંધોના મામલામાં પણ શુભ પરિણામ મળી શકે છે. તમને માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. તેમજ તમે જે પણ કામ કરવાનું નક્કી કરો છો. તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)