રાશિ સહિત ગ્રહોના સંક્રમણની અસર દેશ અને દુનિયામાં જોવા મળી રહી છે. કેટલાક ગ્રહો એ જ તારીખે રાશિ બદલી નાખે છે. આવું જ કંઈક 7 માર્ચ 2024ના રોજ થયું હતું. આ દિવસે બુધ અને શુક્રએ તેમની રાશિ બદલી છે. બે ગ્રહોના સંક્રમણનો શુભ સંયોગ 100 વર્ષ બાદ થયો છે. તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. આવો જાણીએ કે બુધ અને શુક્રની સ્થિતિ બદલાવાથી કઈ રાશિઓને ફાયદો થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે બુધ અને શુક્રનું સંક્રમણ લાભદાયી સાબિત થશે. કરિયરમાં પ્રગતિ થશે. વ્યાપારીઓ માટે લાભની પ્રબળ શક્યતાઓ છે. વેપારનો વિસ્તાર કરી શકશો. જો તમે બેરોજગાર છો અને નોકરી શોધી રહ્યા છો, તો હવે તમારી ઈચ્છા પૂરી થવાની છે. તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે આ સંક્રમણ શુભ સાબિત થશે. તેનાથી આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. જો પૈસા ક્યાંક અટવાયેલા હોય તો તે પણ મળી શકે છે. બિઝનેસમેનના હાથમાં કોઈ મોટો પ્રોજેક્ટ આવી શકે છે. વ્યક્તિત્વ પહેલા કરતા વધુ સારું રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે બુધ અને શુક્રનું સંક્રમણ શુભ સાબિત થશે. તમે તમારી અને તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો. આ સમયગાળા દરમિયાન હિંમતવાન બનશો. મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો. કાર્યસ્થળમાં તમે તમારી પ્રતિષ્ઠામાં વધારો જોશો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)