ભોજનની સાથે દરેક ઘરમાં રોજ અલગ અલગ પ્રકારના સલાડ અને સંભારા બનતા હોય છે. વિવિધ પ્રકારના સલાડમાં ટમેટાનો ઉપયોગ સૌથી વધુ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે સલાડમાં ટમેટા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ટમેટાનું સેવન નિયમિત રીતે કરવાથી શરીરમાંથી રક્તની ઉણપ દૂર થાય છે. સાથે જ શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ નિયમિત રીતે ટમેટા સલાડમાં ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
ટમેટામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરમાંથી સોજાને દૂર કરવામાં મદદ કરે છે. જે લોકોને શરીરમાં સોજાની સમસ્યા રહેતી હોય તેમણે ટમેટાનું સેવન કરવું જોઈએ.
હાર્ટ પેશન્ટ માટે પણ ટમેટા ખૂબ જ ફાયદાકારક છે. એવું કહેવાય છે કે ટમેટા હાર્ટની હેલ્ધી રાખે છે કારણકે તેમાં કાર્ડીઓ પ્રોટેક્ટિવ ગુણ હોય છે.
ટમેટામાં લાયકોપીન, બીટા કેરોટીન, ફોલેટ, પોટેશિયમ, વિટામીન સી અને વિટામિન ઈ હોય છે. આ બધા જ પોષક તત્વો ટામેટાનું સેવન કરવાથી શરીરને મળે છે.
જો તમે રોજ ટમેટાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર બંને કંટ્રોલમાં રહે છે. ટમેટા ખાવાથી બ્લડપ્રેશરના દર્દીને સૌથી વધુ ફાયદો થાય છે.
ટમેટામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને ઠીક રાખે છે. જે લોકો નિયમિત ટમેટાનું સલાડ ખાય છે તેમને કબજિયાતથી રાહત મળે છે. ટમેટા લીવર માટે પણ સારા છે. હેલ્થી રાખવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)