ભારતમાં અનેક એવા મંદિર છે જે પોતાની સુંદરતા અને ચમત્કારના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરોમાંથી કેટલાક મંદિર એવા છે જે રહસ્યમયી છે. આજે તમને ભારતમાં આવેલા આવા જ પ્રખ્યાત પરંતુ રહસ્યમયી હોય એવા મંદિરો વિશે જણાવીએ.
તિરુપતિ બાલાજી મંદિર
તિરુમાલા પર્વત પર તિરૂપતિ બાલાજી મંદિર છે. આ મંદિર દુનિયાના સૌથી અમીર મંદિરોમાંથી એક છે. કહેવાય છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ પર જે વાળ છે તે અસલી છે આ વાળમાં ક્યારેય ગુંચ નથી ચડતી અને તે હંમેશા મુલાયમ રહે છે. અહીં ભગવાન સાક્ષાત બિરાજતા હોવાની પણ માન્યતા છે.
કામખ્યા મંદિર
51 શક્તિપીઠમાંથી એક કામાખ્યા મંદિર ગોવાહાટી નજીક આવેલું છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નહીં પરંતુ માં સતિના અંગની પૂજા થાય છે. આ મંદિરનું રહસ્ય છે કે અહીં આજે પણ માતા સતી વર્ષમાં એક વખત રજસ્વલા થાય છે. આ સમયે નદીનું પાણી પણ લાલ થઇ જતું હોવાની માન્યતા છે.
કાશી વિશ્વનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર પણ ભારતના પ્રમુખ અને પ્રાચીન મંદિરોમાંથી એક છે. બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા કાશી વિશ્વનાથ મંદિરને લઈને ઘણી બધી માન્યતા પ્રચલિત છે. એક માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિ કાશી વિશ્વનાથના દર્શન કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
જગન્નાથપુરી
ઓરિસ્સામાં આવેલું જગન્નાથપુરી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ભગવાન વિષ્ણુના શ્રી જગન્નાથ સ્વરૂપને સમર્પિત છે. આ મંદિર સાથે જોડાયેલું રહસ્ય એ છે કે અહીંનો ધ્વજ હવાથી વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે. આ રહસ્યને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. મંદિરની બહાર સમુદ્રનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ શાંતિ થઈ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)