હિન્દુ ધર્મમાં હોલિકા દહનના પર્વનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનનું પર્વ દેશભરમાં ઉજવવામાં આવે છે. હોલિકા દહનને હોલિકા દીપક કે નાની હોળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પર્વ અનીતિ પર નીતિની જીતના પ્રતીકના રૂપમાં ઉજવવામાં આવે છે. વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે હોળી 25 માર્ચના દિવસે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વિશેષ દિવસ પર કેટલાક ખાસ ઉપાયોનું પાલન કરવાથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ હોલિકા દહનના ઉપાય…
હોલિકા દહન 2024 શુભ મુહૂર્ત
વૈદિક પંચાગ અનુસાર ફાગણ મહિનાની પૂનમ તિથિ 24 માર્ચે સવારે 9 કલાક 55 મિનિટ પર શરૂ થશે અને 24 માર્ચે બપોરે 12 કલાક 29 મિનિટ પર સમાપ્ત થઈ જશે. હોલિકા દહન પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. તેવામાં આ પર્વ ઘણી જગ્યાએ રવિવાર 24 માર્ચે ઉજવવામાં આવશે.
હોલિકા દહન પર જરૂર કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે હોલિકા દહનની રાખ ઘરે લાવો અને તેને લાલ કપડામાં બાંધીને રાખી દો. આ ઉપાયનું પાલન કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
હોલિકા દહનના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ અવશ્ય ધરાવો. આ એટલા માટે કારણ કે પૂનમની તિથિ માતા લક્ષ્મીની ઉપાસના માટે સમર્પિત છે. તેવામાં આ વિશેષ દિવસ પર માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી અને આ ઉપાયનું પાલન કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
હોલિકા દહનના સમયે સાત પાનના પત્તાને હાથમાં લઈને હોલિકાની પરિક્રમા કરો અને તમારી મનોકામનાઓ મનમાં બોલો. પરિક્રમા બાદ આ પાન હોળીમાં અર્પણ કરી દો. આ ઉપાય કરવાથી દરેક દુખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)