યમદૂત જ્યારે શ્યામને લેવા પહોંચ્યો તો એ
ખૂબ જ કરગરવા લાગ્યો. જેના કારણે
યમદૂતે તેને આશ્વાસન આપ્યુ : તુ રડે છે કેમ ?
સ્વર્ગમાં ચાલ, ત્યાં બધુ જ મળશે.
શ્યામ : શુ સ્વર્ગમાં બધી વસ્તુ મળી જાય છે ?
યમદૂત : હા દરેક વસ્તુ.
શ્યામ : સિગરેટ પણ ?
યમદૂત : હા પરંતુ,
સિગરેટ સળગાવવા તારે નરકમાં જવુ પડશે.
😅😝😂😜🤣🤪
એક મહિલા કૅબિનમાં પ્રવેશ કરતાં જ બોલી, ‘ડૉકટર,
હું તમને મારી તકલીફ અંગે નિખાલસતાથી વાત કરવા માંગુ છું.
”બેસો, જરૂર વાત કરો, પરંતુ બહેનજી,
તમે કંઈ પણ કહો એ પહેલાં મારે તમને ત્રણ વાત કરવાની છે.
પહેલી વાત તો એ કે
તમારે પચીસ કિલો જેટલું વજન ઘટાડવાની જરૂર છે.
બીજી વાત એ કે
ગાલ અને હોઠ રંગવા માટે તમે જેટલું પ્રસાધન દ્રવ્ય વાપર્યું છે
એના દસમા ભાગ જેટલું વાપરશો તો તમારી સુંદરતામાં
નોંધપાત્ર સુધારો જણાશે.
અને ત્રીજી મુખ્ય વાત : હું આર્ટિસ્ટ છું.
ડૉકટર આની ઉપરના માળ પર બેસે છે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)