વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના આ ગોચરનો પ્રભાવ દરેક રાશિ પર પણ પડતો હોય છે. માર્ચ મહિનાના અંતમાં ધનના દેવતા શુક્ર ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. ગુરુની રાશી મીનમાં શુક્રનું ગોચર 12 માંથી 5 રાશિના લોકો માટે અતિ શુભ સાબિત થશે. આ પાંચ રાશિના લોકો માટે સારો સમય માર્ચ મહિનાના અંતથી જ શરૂ થઈ જશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ, ભોગ વિલાસ અને પ્રેમ લાવે છે. જે વ્યક્તિની કુંડળીમાં આ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તે સુખ-સમૃદ્ધિ અને સાહેબીમાં જીવન પસાર કરે છે. આગામી 31 માર્ચ અને રવિવારે શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહ 31 તારીખે સાંજે 4.31 કલાકે ગુરુની રાશિ મીનમાં ગોચર કરશે. અહીં રાહુ અને શુક્રની યુતિ પણ સર્જાશે જે 24 એપ્રિલ 2024 સુધી રહેશે. આ યુતિની સકારાત્મક અસર 5 રાશિના લોકોના જીવન પર જોવા મળશે.
શુક્ર-રાહુની યુતિથી આ રાશિના જાતકોને થશે ફાયદો
સિંહ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીન રાશિમાં શુક્રનો પ્રવેશ સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધારશે. આ સમય દરમિયાન અચાનક ધન પ્રાપ્ત થશે. ધન અટકેલું હશે તો તે પણ પરત મળી જશે. શેરબજાર કે અન્ય યોજનામાં રોકાણ કરવા માટે શુભ સમય. આ સમય કરેલા રોકાણથી જબરદસ્ત લાભ થશે. નોકરી કરતા લોકોને કામયાબી મળશે.
કર્ક રાશિ
31 માર્ચ પછીનો સમય કર્ક રાશિના લોકો માટે પણ સુવર્ણ સમય સાબિત થશે. બિઝનેસ કરતા લોકોને મોટી ડીલ મળી શકે છે. નોકરી કરતા લોકોને પણ સારી ઓફર મળી શકે છે. આ સમય દરમિયાન ઘણા સારા અવસર પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે. અટકેલું ધન પરત મળશે.
કન્યા રાશિ
આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને ખાસ લાભ થવાનો છે. નવી નોકરી પણ મળી શકે છે અથવા તો નોકરીમાં પ્રમોશન મળશે. આ સમય દરમિયાન ઇન્ક્રીમેન્ટ મળવાના પણ યોગ છે. બિઝનેસ સંબંધિત લોકોને શુક્રનું ગોચર સકારાત્મક પરિણામ આપશે. બિઝનેસ માટે નવી યોજનાઓ બનાવી રહ્યા છો તો તેમાં સફળતા મળશે.
વૃશ્ચિક રાશિ
શુક્રનું ગોચર રાશિના લોકોને ઇચ્છિત નોકરી અપાવશે. શુક્ર ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ સારી સેલેરી અને પ્રમોશન પણ કરાવી શકે છે. આવકમાં વધારો થશે. વેપારી વર્ગને કોઈ નવી ડીલ મળી શકે છે. પાર્ટનરશીપ થી ફાયદો થશે.
મીન રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકોને પણ આ સમય દરમિયાન લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઉધાર ઝડપથી ચૂકવી શકાશે. શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે. કોઈ યોજનામાં નિવેશ કરવા માટે પણ સારો સમય. કાર્ય ક્ષેત્રમાં તમારા કામના વખાણ થશે. મહેનત અનુસાર ફળ મળતું જોવા મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)