fbpx
Sunday, October 27, 2024

શનિદેવના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી સાડાસાતી અને ઢૈયામાં મળશે રાહત

સપ્તાહના 7 દિવસમાંથી શનિવારનો દિવસ કર્મ અને ન્યાયના ફળદાતા શનિદેવને સમર્પિત છે. શનિદેવ સારા કર્મોના સારા ફળ આપે છે અને ખરાબ કર્મોના ખરાબ. શનિદેવના કુપ્રભાવથી બચવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. જો કોઈ જાતકની કુંડળીમાં શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે તો એણે શનિવારના દિવસે 7 શક્તિશાળી મંત્રોનો જાપ કરવો જોઈએ.

આ વિધિથી કરો શનિ મંત્રોના જાપ

-શનિવારના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો અને બ્લુ, કાળા કે ઘેરા રંગના કપડાં પહેરો.
-શનિ મંદિરમાં જાઓ અને શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો.
-આ પછી નીચે જણાવેલ શનિના 7 મંત્રોનો જાપ કરો. આનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવની સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી થાય છે.

ૐ શં શનિશ્ચરાય નમઃ ।

શનિ ગાયત્રી મંત્ર

ઓમ ભગભવાય વિદ્મહેન મૃત્યુરૂપાય ધીમહિ તન્નો શનિહ પ્રચોદ્યાત્ ।

શનિ દોષનો પ્રબાવ ઓછો કરવાનો મંત્ર

ઓમ ત્રયમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ ।
ઉવારુક મિવ બન્ધનં મૃત્યુર્મુક્ષિયા મા મૃત્યુત્ ।
ઓમ શન્નોદેવીર્ભિષ્ટાય અપો ભવન્તુ પીતયે શણ્યોરભિશ્રવન્તુ નહ ।
ઓમ શં શનૈશ્ચરાય નમઃ ।

શનિ આહ્વાન મંત્ર

નીલામ્બરઃ શૂલાધરઃ કિરીટી ગૃહસ્થિતિ સ્ત્રસ્કરો ધનુષ્ટમનઃ ।
ચતુર્ભુજઃ સૂર્ય સુતઃ પ્રશાન્તઃ સદસ્તુ મહાયં વરદોલ્પગામિ ||

આ મંત્ર સાડાસાતીનો પ્રભાવ ઓછો કરશે

ઓમ ત્રયમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ ।
ઉવારુક મિવ બન્ધનં મૃત્યુોમુખિયા મા મૃત્યુત ।

ઓમ શન્નોદેવીરાભિષ્ટય અપો ભવન્તુ પીતયે. શન્યોરભિશ્રવન્તુ ન. ઓમ શં શનૈશ્ચરાય નમઃ ।
ઓમ નીલંજનસમભસ્મ રવિપુત્રમ યમગ્રજમ.છાયામર્તાન્દસંભૂતમ્ તમ નમામિ શનૈશ્ચરમ્ ।

ક્ષમા પ્રાર્થના શનિ મંત્ર

ગૃષ્ટસહસ્ત્રાણી ક્રિયંતેહરનિષન માયા ।
દાસોયમિતિ મા મત્વા ક્ષસ્વ પરમેશ્વર ।
ગતમ્ પાપ ગતમ્ દુઃખા ખાન ગતમ્ દરિદ્રયા મેવ ચ ।
અગતઃ સુખ-સંપત્તિ, ગુણ, તવ દર્શનાત્ ।

શનિનો સ્વાસ્થ્ય મંત્ર

ધ્વજિની ધામિની ચૈવા કનકલી કાલહપ્રિહા ।
કનકતિ કલિહિ ચાઉથ તુરંગી મહિષિ અજા ।
શનૈર્નામણિ પત્ની નામતાનિ સંજપં પુમાન્ ।
દુઃખાની નાશ્યેન્નિત્યં સૌભાગ્યમેધતે સુખમં ।

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles