fbpx
Saturday, December 21, 2024

જો તમારું પેટ ખરાબ છે, તો આ ઉપાય અજમાવો, દવા વગર ઝાડા અને એસિડિટીથી રાહત મળશે

ઘણી વખત મસાલેદાર અને તળેલું ભોજન કરવાના કારણે પેટમાં ગડબડ થઈ જાય છે. વધારે પડતું તળેલું મસાલેદાર અને હેવી ફૂડ ખાવાના કારણે ઘણી વખત એસટીડીટી તો ઘણી વખત ડાયેરિયા સમસ્યા થઈ જાય છે. પેટ ખરાબ થવાના કારણે થયેલી ડાયેરીયા, ઉલટી, એસિડિટી, ગેસ જેવી તકલીફોને મટાડી તુરંત રાહત મેળવવી હોય તો તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો. આજે તમને જે ઘરેલુ નુસખા જણાવીએ છીએ તેને કરવાથી દવા લીધા વિના પેટ સંબંધિત સમસ્યા મટી જશે. 

પેટની સમસ્યા દુર કરતા ઘરેલુ નુસખા

હળદરનું પાણી

હળદરમાં કર્ક્યુંમીન નામનું તત્વ હોય છે. હળદરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ આંતરડામાં આવેલા સોજાને ઓછો કરે છે. સાથે જ ફૂડ પોઈઝનિંગ અને પેટ ફુલવા જેવી સમસ્યાથી પણ આરામ આપે છે. હળદરનું પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે. 

ફુદીનાનું પાણી

ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ આવે છે અને પાચન શક્તિ વધે છે સાથે જ ગેસની તકલીફ હોય તો પણ ફાયદો થાય છે. જો સવારથી જ પેટમાં ગેસ અને એસીડીટી હોય તો ફુદીનાના થોડા પાનને પાણીમાં ઉકાળી આ પાણીનું સેવન કરવું. ફુદીનાનું પાણી પીવાથી અપચો, ઉલટી અને ગેસ જેવી સમસ્યા મટી જાય છે.

અજમાનું પાણી

પેટમાં ગેસ અને એસિડિટી હોય તો અજમા પણ રાહત આપે છે. જો તમને રોજ પેટની તકલીફો રહેતી હોય તો થોડા દિવસ સુધી રોજ રાત્રે પાણીમાં અજમા પલાળી સવારે આ પાણીને ગાળીને પી જવું. જો ક્યારેક પેટની તકલીફ થઈ હોય તો અજમાને સાફ કરીને તેનું ચૂર્ણ બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે અને આંતરડા હેલ્ધી બને છે.

લસણ

લસણ ડાઈજેસ્ટિવ પાવર વધારે છે. લસણ ગુડ બેક્ટેરિયાને વધારે છે. લસણમાં રહેલા પ્રિબાયોટીક તત્વ ડાયજેશન સંબંધિત સમસ્યાને દૂર કરે છે. 

આદુ

આદુ ખાવાથી પણ પાચનશક્તિ સુધરે છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. આદુ ખાવાથી પેટમાં હેલ્ધી બેક્ટેરિયા વધે છે અને પેટની સમસ્યા જેમકે બ્લોટીંગ, પેટનો દુખાવો અને અન્ય સમસ્યાથી આરામ મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles