એક ફકીરની ઝૂંપડીમાં ચોર પેંઠા,
કંઇક મળશે એમ માનીને એક ચાદર પાથરી,
આમ-તેમ વસ્તુ શોધવા માટે ચોર ફાંફા મારતા હતા,
એટલામાં ફકીર જાગી ગયો અને ચાદર પર સૂઇ ગયો.
ફકીરને જાગી ગયેલા જાણી
ચોર ઝૂંપડીની બહાર જવા લાગ્યો એટલે ફકીર કહે,
“ભાઈ, ઝૂંપડીનું ઝાંપલું બંધ કરતો જજે.”
ચોર કહે : “ઝાંપલું ખુલ્યું રહેવા દે,
બીજો મારા જેવો આવશે તો તને
ચાદર ઓઢાડી જશે.”
😅😝😂😜🤣🤪
“સારાં પુસ્તકોને સારામાં સારા મિત્ર
તરીકે શા માટે ગણવામાં આવે છે?”
“કારણ કે, જ્યારે તે પુસ્તકો આપણને
કંટાળો આપવાની શરૂઆત કરે,
ત્યારે આપણે તેને બંધ કરી શકીએ છીએ
અને વંચાયા પછી એને
વેચીને ‘પૈસા’ ઉભા કરી શકીએ છીએ.”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)