હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. પંચાગ અનુસાર, આ વખતે ધૂળેટી 25 માર્ચ, સોમવારના રોજ ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે 24 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. વૈદિક પંચાગ અનુસાર, હોલિકા દહન દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તિથિની રાત્રે કરવામાં આવે છે.
આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ, 2024ના દિવસે રવિવારે ઉજવાશે. હોલિકા દહનના બીજા દિવસે રંગોનો તહેવાર એટલે કે ધૂળેટીની ઉજવણી લોકો ભારે ઉત્સાહ અને ઉલ્લાસથી એકબીજાને રંગ લગાવીને કરે છે. હોલિકા દહનના દિવસે લોકો હોળી પ્રગટાવે છે અને સાથે જ વિશેષ પૂજા પણ કરે છે.
જ્યોતિષીઓ અનુસાર, હોલિકા દહનની રાત્રે કેટલાક ઉપાયો કરવામાં આવે તો તમારા અને તમારા સમગ્ર પરિવારમાંથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. તો આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવીશું.
હોલિકા દહનના દિવસે કરવામાં આવતા ઉપાયો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે હોલિકા દહનના દિવસે માત્ર એક ઉપાય કરો છો, તો તમારા અને તમારા સમગ્ર પરિવારમાંથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. હોલિકા દહનના દિવસે હોળી પ્રગટાવ્યા કર્યા પછી તમારે આખા પરિવાર સાથે ચંદ્રદેવના દર્શન કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે ચંદ્ર ભગવાન તેમના પિતા બુદ્ધની રાશિમાં રહે છે અને સૂર્ય તેમના ગુરુ બૃહસ્પતિ રાશિમાં રહે છે. જ્યોતિષીઓ અનુસાર હોલિકા દહનની રાત્રે સમગ્ર પરિવાર સાથે ચંદ્ર ભગવાનના દર્શન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. તેમજ હોલિકા દહનના દિવસે ઘઉં અને ગોળથી બનેલી રોટલી આખા પરિવારે સાથે ખાવી જોઈએ. આમ કરવાથી અકાળ મૃત્યુના ભયથી પણ બચી શકાય છે.
શા માટે ખાસ છે હોલિકા દહન?
આપણે બધા જાણીએ છીએ કે, હોલિકા દહનના દિવસે ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહ અવતારમાં પૃથ્વી પર આવ્યા હતા. તે સમયથી અત્યાર સુધી હોલિકા દહનની પરંપરા ચાલી આવી છે. જ્યોતિષીઓના મતે હોલિકા દહન ભદ્રા રહિત મુહૂર્તમાં ગમે ત્યારે કરવામાં આવે છે. આ વર્ષે ભદ્રાનો શુભ સમય હોલિકા દહનના દિવસે રાત્રે 11.13 કલાકે છે. તેથી, 24મી માર્ચની રાત્રે 11.13 વાગ્યા પછી હોલિકા દહન કરી શકાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)