મોઢા સાથે જોડાયેલી સમસ્યા હોય કે પેટની પાન તમારી પાચન ક્રિયાને ઠીક કરવામાં મદદ કરી શકે છે. તમે જાણીને ચોકી જશો કે પાનની પ્રકૃત્તિ ગરમ હોય છે પરંતુ જે રીતે તેની અસર થાય છે તેનાથી પેટ ઠંડુ થાય છે. હકીકતમાં તે પિતને ઘટાડવાનું કામ કરે છે અને પાચન ક્રિયાને સંતુલિત કરે છે. આ સિવાય પાન એક એવી વસ્તુ છે જે પેટના પીએચને બેલેન્સ કરવામાં મદદરૂપ છે, જેનાથી તમે ઘણી સમસ્યાથી બચી શકો છો. તો આવો જાણીએ પેટ માટે પાન ખાવાના ફાયદા…
પાચનતંત્ર માટે કેમ ફાયદાકારક છે પાન : પાન ખાવા સમયે ચાવવાની ક્રિયા લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. આ લાળના ઉત્પાદન તરફ દોરી જાય છે જેમાં કેટલાક ઉત્સેચકો હોય છે જે ખોરાકને યોગ્ય રીતે તોડી નાખે છે અને તેને પચવામાં સરળ બનાવે છે. તે સારા પાચનમાં મદદ કરે છે. નાગરવેલના પાન કબજીયાતથી રાહત અપાવવામાં ઉપયોગી છે. તમારા શરીરને આ ફાયદો કરાવે છે. જે તમને મોટો લાભ આપશે. સોપારીના પાનમાં રહેલા તત્વો પાચનતંત્ર, હૃદયની તંદુરસ્તી અને તણાવથી રાહત મેળવવામાં મદદ કરે છે.
પેટ માટે પાન ખાવાના ફાયદા
પેટ ઠંડુ કરે છે : પેટ માટે પાન ખાવાના ઘણા ફાયદા છે. પહેલા તો તે પેટને ઠંડુ કરે છે અને તેના પીએચને સારૂ બનાવે છે. જ્યારે તમે પાન ખાવ તો પેટનું માળખુ ઠીક થઈ જાય છે. બીજુ તેનો અર્ક પાચન ઉત્સેચકોનો વધારે છે, જેનાથી મળની સાથે પેટની ગરમી બહાર આવે છે. આ પ્રકારે એસિડિટી અને અપચા સહિત ઘણી સમસ્યાઓને ઘટાડવામાં પાનનું સેવન ફાયદાકારક છે.
એન્ટીબેક્ટીરિયલ છે પાન : પાન એન્ટીબેક્ટીરિયલ ગુણોથી ભરપૂર છે અને તેનું સેવન પેટના બેક્ટીરિયાને મારે છે. આ સિવાય પેટમાં ગુડ બેક્ટીરિયાને વધારે છે, જેનાથી તમે પાચન ક્રિયા સાથે જોડાયેલી ઘણી સમસ્યાથી બચેલા રહો છો. તો આ તમામ કારણોને લીધે તમારે પાનનું સેવન કરવું જોઈએ. તે માટે તમે તેને વરિયાળી સાથે ઉકાળી તેને ચાની જેમ પી શકો છો અથવા પાન ખાઈ શકો છો.
5 લીલા પાંદડા દરરોજ ખાવાથી ત્વચા, પાચન અને આરોગ્ય સુધારવામાં મદદ મળે છે. ડાયેટિશિયન અનુસાર, તમે તમારી અનુકૂળતા મુજબ આ લીલા અને તાજા પાંદડાને એકસાથે અથવા અલગથી ખાઈ શકો છો. તમારે ફક્ત તેમને સારી રીતે ચાવવાના અને ગાળવાના રહેશે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)