વૈદિક પંચાંગ અનુસાર, સનાતન ધર્મમાં વર્ષનો પહેલો મહિનો ચૈત્ર માસથી માનવામાં આવે છે અને આ માસ માતા દુર્ગાને સમર્પિત છે. જ્યોતિષ અનુસાર, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શુભ શરૂઆત થાય છે. જે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગઈકાલથી ચૈત્ર માસની શરૂઆત થઇ ગઈ છે. ચૈત્ર માસની શરૂઆત થયા પછી આખા મહિનામાં વિશેષ નિયમોનું પાલન કરવું પડી શકે છે.
ચૈત્ર માસમાં શું કરવું અને શું ન કરવું
હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનો આજથી એટલે કે 26મી માર્ચથી શરૂ થયો છે અને 23મી એપ્રિલે સમાપ્ત થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૈત્ર મહિનામાં પ્રકૃતિ પણ બદલાય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનાથી ઉનાળાની ઋતુ શરૂ થાય છે. ચૈત્ર મહિનામાં ખોરાક ઓછો લેવો. તેમજ ઠંડા પાણીથી સ્નાન કરો. આમ કરવાથી શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશે.
વ્રત રાખો
આ મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર, ચૈત્ર મહિનામાં ભગવાન બ્રહ્માએ સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનો માતા દુર્ગાને સમર્પિત છે. આ મહિનામાં દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવું જોઈએ. આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી રાહત મળે છે.
સવારે વહેલા જાગો
આ મહિનામાં ઘણી આળસ રહે છે. તેથી, સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન, ધ્યાન અને યોગ કરો. આમ કરવાથી તણાવ દૂર થાય છે. તેમજ આખો દિવસ તાજગી રહે છે.
ભૂખ્યાને ખવડાવો
ચૈત્ર મહિનામાં તમામ વૃક્ષો અને છોડને જળ અર્પણ કરવું જોઈએ. તેમજ ભૂખ્યાને ફળ અને અનાજનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
વાસી ખોરાક ન ખાવો
એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભૂલથી પણ વાસી ભોજન ન ખાવું જોઈએ. આવું કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
લીમડાના પાનનો ઉપાય
આ મહિનામાં દરરોજ સવારે લીમડાના પાન ચાવવા જોઈએ. આમ કરવાથી મોસમી ચેપી રોગોથી બચી શકાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)