ટ્રેનમાં એક વ્યક્તિ એક કુસ્તીબાજ સાથે ઝગડી પડ્યો,
કુસ્તીબાજે તેને થપ્પડ મારી…
વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું : જો તેં મને માર્યું તો માર્યું,
પણ જો તેં મારી પત્નીને હાથ લગાવ્યો તો સારું નહિ થાય…
કુસ્તીબાજે તેની પત્નીને પણ એક લગાવી દીધી.
પેલા વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું : મારી પત્નીને માર્યું ત્યાં સુધી ઠીક છે,
પણ તેં મારા મોટા દીકરાને કંઈક કર્યું તો જોઈ લે જે…
કુસ્તીબાજએ તેના મોટા દીકરાને પણ એક લગાવી દીધી.
આ રીતે તે વ્યક્તિએ
એક પછી એક પરિવારના તમામ સભ્યોને થપ્પડ ખવડાવી.
કુશ્તીબાજના ગયા પછી સહ-પ્રવાસીએ તે વ્યક્તિને પૂછ્યું,
“ભાઈ, આ બધું કરીને શું મળ્યું?”
પેલા વ્યક્તિએ કહ્યું, અરે, આ લોકોને થપ્પડ નહિ ખવડાવતે
તો આ બધા ઘરે જઈને મારી મજાક ઉડાવતે કે
હું થપ્પડ ખાઈને આવી ગયો, પણ હવે કોઈ કશું કહી નહીં શકે.
😅😝😂😜🤣🤪
વિદાય વખતે વરરાજાનો મોબાઈલ રણક્યો.
કન્યાએ તેને જોરથી થપ્પડ મારી દીધી.
સગાં વહાલાંએ પૂછ્યું : આવું કેમ કર્યું?
કન્યા : કારણ કે તેની રિંગટોન હતી,
“દિલ મેં છુપાકર, પ્યાર કા અરમાન લે ચલે,
હમ આજ અપની મોત-કા સામાન લે ચલે.”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)