fbpx
Friday, December 27, 2024

ઉનાળામાં લવિંગનો આડેધડ ઉપયોગ કરતા હોવ તો સાવધાન રહો, નહીં તો ભારે નુકસાન થશે

આપણે દરરોજ તજ, હળદર,લસણ જેવા અનેક પ્રકારના મસાલાનો ઉપયોગ કરીએ છીએ. એમ લવિંગ પણ રોજીંદી રસોઈમાં ઉપયોગમાં લેવાતો એક મહત્વપૂર્ણ મસાલો છે. જેનો ઉપયોગ ભોજનને યોગ્ય સ્વાદ આપવા માટે થાય છે સાથે તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગમાં પ્રોટીન, વિટામીન ઈ, વિટામીન સી, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો સામેલ છે.

પરંતુ લવિંગનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબીત થાય છે એમા પણ ખાસ કરીને ઉનાળામાં. જેથી આજે અમે તમને લવિંગથી થતા સ્વાસ્થ્યના નુકસાન જણાવીશુ.

ગરમી વધી શકે છે : લવિંગની તાસીર ગરમ હોય છે જેથી ઉનાળામાં લવિંગનું વધુ માત્રામાં સેવન ટાળવું જોઈએ. લવિંગના વધુ પડતા સેવનથી શરીરનું તાપમાન વધી શકે છે. જેથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સમષ્યા થવાથી પેટની સમસ્યા, અપચો, ઝાડા અથવા બળતરા થવાની શક્યતા વધી જાય છે.

લીવર અને કિડનીનો પ્રોબ્લેમ : જેને પહેલાથી જ લીવર અથવા કિડનીની બીમારી છે તો તેવા લોકોએ લવિંગનું સેવન કરવાનું ટાળવુ જોઈયે. લવિંગના વધુ પડતા સેવનથી કિડની અને લીવરને પણ નુકસાન થાય છે.

સુગર : જે વ્યક્તિ ડાયાબિટીસનું દર્દી હોય અને તે સુગરને કંટ્રોલ કરવા માટે દવાઓ લઈ રહ્યુ હોય તો તેવા લોકોએ લવિંગનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈયે. કેમ કે લવિંગના વધુ પડતા સેવનથી બ્લડ સુગર લેવલ ઘટી જાય છે.

ગર્ભાવસ્થા : ગર્ભાવસ્થા દરમિયાન લવિંગનું વધુ પડતું સેવન ન કરવુ જોઈયે. વધુ પડતા લવિંગના સેવનથી મહિલાને શરૂઆતના દિવસોમાં રક્તસ્ત્રાવ થઈ શકે છે. તેની આડઅસર તેના બાળકને પણ સ્તનપાન મારફતે થવાની શક્યતા રહે છે.

પાતળા લોહીની સમસ્યા : લવિંગમાં લોહીને પાતળુ કરવાના ગુણ છે. પરંતુ જો તમે વધારે પડતુ લવિંગનું સેવન કરો છો તમારૂ લોહી વધારે પડતુ પાતળુ થઈ જશે. લોહી પાતળુ થવાથી રક્તસ્ત્રાવ ઝડપથી બંધ નથી થતો. પાતળા લોહીના કારણે બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles