હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ પર્વ નવરાત્રીનો ગણાય છે. વર્ષો દરમિયાન ચાર નવરાત્રી આવે છે. નવરાત્રી નો પર્વ મા દુર્ગાની પૂજાને સમર્પિત હોય છે. નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી ચૈત્ર માસની નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની વિશેષ પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. ચૈત્ર મહિનાની નવરાત્રી વિશેષ ફળદાયી પણ ગણાય છે.
આ વર્ષે ચૈત્ર માસની નવરાત્રીનો પ્રારંભ 9 એપ્રિલ 2024 થી થશે. ગણતરીના જ દિવસોમાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રી સંબંધિત વ્રતના નિયમ પણ જાણવા જરૂરી છે. જો તમે પણ આ વર્ષે પહેલી વખત નવરાત્રીનું વ્રત કરવાના છો તો આ વાતની જાણકારી હોવી જરૂરી છે.
નવરાત્રીના વ્રતમાં શું કરવું અને શું નહીં
નવરાત્રીનું વ્રત કરવું હોય તો નવ દિવસ દરમિયાન રોજ સવારે જલ્દી જાગે સ્નાન કરી લેવું.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન દારૂ, તમાકુનું સેવન કરવાથી અને માંસાહાર કરવાથી બચવું.
નવરાત્રી દરમિયાન નખ કાપવા, વાળ કાપવા અને દાઢી કરાવવાનું પણ ટાળવું.
નવરાત્રિના વ્રતમાં સરસવનું તેલ અને તલ ખાવાનું ટાળવું. રોજના ભોજનમાં સાદા મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો.
નવરાત્રી દરમિયાન દિવસે સૂવાનું ટાળવું. વ્રત કરનાર વ્યક્તિએ રોજ સાફ કપડાં પહેરવા
નવરાત્રીના નવ દિવસ દરમિયાન કાળા કપડા પહેરવાનું પણ ટાળવું.
નવરાત્રીનું વ્રત કોઈપણ રાખી શકે છે પરંતુ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ કોઈ રોગથી પીડિત વ્યક્તિએ વ્રત કરવું નહીં.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન વ્રત કરવાની સાથે માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)