હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં સુદ પક્ષમાં આ નવરાત્રી આવે છે. જે નવ દિવસ બાદ રામનવમી પર પૂરી થાય છે. માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના થાય છે. હિન્દુ પંચાગ મુજબ આ સમય દરમિયાન ખુબ શુભ યોગ બની રહ્યા છે. જ્યારે બીજી બાજુ ગ્રહોની સ્થિતિ પ્રમાણે 5 વિવિધ રાજયોગ બની રહ્યા છે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિવાળાને ખુબ લાભ થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૈત્ર નવરાત્રીના દિવસે ચંદ્રમા મેષ રાશિમાં રહેશે, જેનાથી ગુરુ સાથે યુતિ કરીને ગજકેસરી યોગ બની રહ્યો છે. આ સાથે જ શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે જેનાથી શશ રાજયોગ બની રહ્યો છે. આ ઉપરાંત શુક્ર ઉચ્ચ રાશિમાં જઈને માલવ્ય રાજયોગ, મેષ રાશિમાં સૂર્ય અને બુધ બુધાદિત્ય રાજયોગ અને છેલ્લે શુક્ર અને બુધ મીન રાશિમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ કરી રહ્યા છે. એક સાથે પાંચ દિવ્ય રાજયોગ બનવાથી 12 રાશિઓના જીવનમાં સકારાત્મક કે પછી નકારાત્મક પ્રભાવ પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ખુલી જશે.
મેષ
આ રાશિમાં ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જ અન્ય રાજયોગના કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની વિશેષ કૃપા આ રાશિના જાતકો પર રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે સાથે ધન-સંપત્તિમાં પણ વધારો થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જો ક્યાંક રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરવું લાભકારી રહેશે. નવો બિઝનેસ શરૂ કરવાના હોવ તો સારો સમય છે. તેનાથી તમને અનેકગણા ફળની પ્રાપ્તિ થશે. માતા દુર્ગાની કૃપાથી સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીયાત લોકોને પણ તેમના કાર્યની પ્રશંસા મળી શકે છે. આવામાં ઉચ્ચ અધિકારી પ્રસન્ન થઈને પદોન્નતિ કે મોટી જવાબદારી સોંપી શકે છે.
સિંહ
આ રાશિના જાતકો પર માતા દુર્ગાની ખાસ કૃપા રહેશે. દરેક કાર્યમાં તમને સફળતા મળશે. સમાજમાં માન સન્માન વધશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. માતા દુર્ગાના આશીર્વાદથી લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. કરજથી છૂટકારો મળશે અને ધન ધાન્યમાં વધારો થશે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ હવે દૂર થઈ શકે છે. જો તમે નવો વેપાર શરૂ કરવાનું વિચારતા હોવ તો આ સમય સારો રહેશે. માતા દુર્ગાની કૃપાથી ભવિષ્ય સંબંધિત કોઈ નિર્ણય લઈ શકો છો. બિઝનેસની વાત કરીએ તો કોઈ મોટો નવો પ્રોજેક્ટ કે ડીલ મળી શકે છે.
કુંભ
આ રાશિમાં શશ રાજયોગની સાથે અન્ય રાજયોગ પણ બની રહ્યા છે. જેનાથી આ રાશિવાળા પર માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ રહેશે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની સાથે સાથે શનિદેવની કૃપા પણ રહેશે. જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. આ ઉપરાંત નવું વાહન, સંપત્તિ ખરીદવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરી શકો છો. ખુબ લાભ થઈ શકે છે. સંતાન તરફથી આવેલી મુસીબતો દૂર થઈ શકે છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નવો વેપાર કે બિઝનેસ શરૂ કરવા માટે આ સમયગાળો સારો સાબિત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. બેંક બેલેન્સ વધવાની સાથે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. સમાજમાં માન સન્માન વધશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)