કોઈપણ ખોરાકનો સ્વાદ વધારવા માટે કઢી પત્તા એટલે કે મીઠા લીમડાનો ઉપયોગ થાય છે. તે જંગલો અને ઝાડીઓમાં મળી જાય છે. સ્વાદ ઉપરાંત, તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સવારે ખાલી પેટ આના 4-5 પાન ખાવાથી ઘણા ફાયદા થાય છે. તે લીવરની સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે અને પાચન શક્તિને મજબૂત બનાવે છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
સવારે કઢી પત્તા ખાવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખવામાં મદદ મળે છે. આમ કરવાથી ઓરલ હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે. મીઠા લીમડામાં લીનાલૂલ, આલ્ફા-ટેરપીન, માયરસીન, મહાનિમ્બાઈન, કેરીઓફીલીન, મુરાયનોલ અને આલ્ફા-પીનીન જેવા ઘણા સંયોજનો જોવા મળે છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં સારી ભૂમિકા ભજવે છે.
સવારે ખાલી પેટે મીઠો લીમડો ખાવાથી થાય છે ફાયદા
ઘણા હેલ્થ એક્સપર્ટ આને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ ગણાવે છે. કઢી પત્તાને મીઠો લીમડો પણ કહેવામાં આવે છે. તે વિટામિન A, B, C અને E સાથે કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. દરરોજ સવારે મીઠા લીમડાના 5 થી 6 પાન ખાઈ શકાય છે, જેનાથી લીવરની પણ સુરક્ષા થાય છે. તેનાથી સોજો પણ ઓછો થાય છે. કારણ કે, તેમાં એન્ટિઇન્ફ્લેમેટરી ગુણો પણ મળે છે. જે લોકો કબજિયાત અથવા પેટની તકલીફથી પીડાય છે તેઓએ અડધી ચમચી મીઠા લીમડાના પાનનો રસ લીંબુના રસમાં ભેળવીને પીવો. આનાથી અગણિત ફાયદા થશે. તે કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર જાળવી રાખે છે. મીઠો લીમડો ડાયાબિટીસ ઘટાડે છે.
વાળ ખરતા અટકાવે છે મીઠો લીમડો
મીઠા લીમડાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધે છે. માથાનો દુખાવો થવા પર તેની પેસ્ટ કપાળ પર લગાવવી જોઈએ. તે વાળ ખરતા અટકાવવામાં પણ મદદરૂપ થાય છે. જો કોઈને વાળ ખરવાની સમસ્યા હોય તો તે તેનાથી હેર માસ્ક બનાવીને માથા પર લગાવી શકાય છે. મીઠા લીમડાની પેસ્ટનો ઉપયોગ ચામડીના રોગોમાં પણ કરી શકાય છે. જો કોઈને યુરિન ઈન્ફેક્શન હોય તો દરરોજ સવારે 5 એમએલ મીઠા લીમડાના પાનનો રસ પીવાથી રાહત મળે છે. જો કોઈના દાંતમાં કેવીટી કે દુખાવો થતો હોય તો દરરોજ તેના પાન ચાવવાથી આરામ મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)