fbpx
Monday, December 23, 2024

રોગપ્રતિકારક શક્તિ વધારવા લીમડાના પાનનો રસ પીવો, થશે ઘણા ફાયદા

પોતાના ઔષધીય ગુણો માટે જાણીતો લીમડો ભારતમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે. સદીઓ પહેલા તેનો ઉપયોગ આયુર્વેદિક સારવાર માટે કરવામાં આવતો હતો. લીમડામાં ઘણા એવા ગુણ હોય છે જેની મદદથી ઘણા રોગોની સારવાર સંભવ છે.

લીમડાનો રસ પીવાના ફાયદા

ડાયજેશન થશે સારૂ

લીમડો એન્ટી-ફ્લેટુલેંટ, કસેલે અને એન્ટાસિડ ગુણોથી ભરપૂર હોય છે. જે પેટમાં વધારે ગેસ અને એસિડ બનાવવાથી રોકવામાં મદદ કરે છે. આ ડાયજેશન અને મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.

ફાઈબરથી ભરપૂર

લીમડામાં ફાયબર હોય છે જે સારા ડાયજેશનને પ્રોત્સાહન આપે છે અને શરીરમાં હેલ્ધી બેલેન્સ બનાવી રાખે છે.

ઓક્સીડેટિવ સ્ટ્રેસને રોકે છે

લીમડાના પાનમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે અને ઓક્સીડેટિવ સ્ટ્રેસને રોકે છે. આટલું જ નહીં લીમડા, સેલ્સમાં બ્લડ અને ઓક્સીજનના ફ્લોને પણ પ્રોત્સાહન આપે છે. આજ કારણ છે કે સ્કીન પણ હેલ્ધી રહે છે.

ફેટી એસિડ

લીમડામાં જરૂરી વિટામિન અને ફેટી એસિડ હોય છે જે સ્કીનને સોફ્ટ રાખવામાં મદદ કરે છે અને કરચલીઓ અને ફાઈન લાઈન્સ જેવી મુશ્કેલીઓને ઓછી કરે છે.

ત્વચાના સોજાને રોકે છે

લીમડામાં હાજર એન્ટીસેપ્ટિક ગુણ ત્વચાના સોજાને રોકવામાં મદદ કરે છે. જેનાથી રેડનેસ, પિંપલ્સ, ખીલ, રેશિઝ અને બળતરા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles