વૈદિક જ્યોતિષ મુજબ તમામ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. પંચાંગ મુજબ આવતી કાલે એટલે કે 9મી એપ્રિલના રોજ ગ્રહોના દુર્લભ શુભ સંયોગમાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. આ દિવસે ગ્રહોના રાજકુમાર બુધ પણ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યાં પહેલેથી જ સૂર્ય, શુક્ર અને રાહુ બિરાજમાન છે. મીન રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. આ સાથે જ આ રાશિમાં સૂર્યની સાથે બુધાદિત્ય રાજયોગ પણ બનાવશે. મીન રાશિમાં બુધના પ્રવેશથી બનનારા 2 રાજયોગથી કેટલીક રાશિવાળાને જબરદસ્ત લાભ થશે. જાણો તે લકી રાશિઓ વિશે….
મિથુન
સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે. સુખ સુવિધાઓમાં વધારો થશે. શાસન-સત્તા પક્ષનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવા કાર્યોની શરૂઆત માટે શુભ સમય છે.
કન્યા
આકસ્મિક ધનલાભના યોગ છે. લગ્નજીવનમાં ખુશહાલી આવશે. પ્રોપર્ટી સંલગ્ન વિવાદોથી છૂટકારો મળશે. આ દરમિયાન ભાવુક થઈને કોઈ નિર્ણય ન લેવો.
સિંહ
ધાર્મિક કાર્યોમાં રસ વધશે. કરિયરમાં મોટી સફળતા મળશે. કામ અંગે મુસાફરીના યોગ બનશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. સમાજમાં માન સન્માન વધશે.
ધનુ
વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ આવશે. અપરણીતોના વિવાહ નક્કી થઈ શકે છે. પરણીતોનું લગ્ન જીવન આનંદમય રહેશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)