મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત હોય છે. આ દિવસે વિધિ પૂર્વક હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને મંગળવારનું વ્રત પણ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે જો કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય તો મંગળવારના દિવસે આ કામ કરી લેવું જોઈએ. મંગળવારના દિવસે કરેલા આ કામથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉન્નતી થાય છે. આજે તમને મંગળવારના દિવસે કરવાના પાંચ અચૂક ઉપાય વિશે જણાવીએ.
મંગળવારના ઉપાય
જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને સાથે જ તેમને એક પાન અર્પણ કરો. મંગળવારે હનુમાનજીને પાન અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને મન મુતાબિક સફળતા મળે છે તેનાથી નોકરી મળવાના યોગ પણ પ્રબળ થાય છે.
જો કુંડળીમાં મંગળ દોષ હોય અને તેના કારણે જીવનમાં સમસ્યા આવતી હોય તો મંગળદોષના નિવારણ માટે મંગળવારના દિવસે લાલ મરચાનું દાન કરવું. લાલ મરચાનું દાન કરવાથી મંગળદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો મંગળવારના દિવસે રામ પરિવાર સહિત બજરંગ બલીની પૂજા કરો. પૂજા કરતી વખતે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. જે વ્યક્તિ આ સ્ત્રોતનો પાઠ કરે છે તેના બધા જ કામમાં સફળ થાય છે.
જો મનમાં કોઈ ઈચ્છા હોય અને તે પૂરી થતી ન હોય તો મંગળવારના દિવસે સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીને લાલ રંગના ફળ અને ફુલ અર્પણ કરો સાથે જ તેમને સિંદૂર ચઢાવો. હનુમાનજીને જે સિંદૂર ચડાવ્યું હોય તે છેલ્લે પોતાના માથા પર પણ લગાવો.
મંગળવારના દિવસે ઉધાર લેવાનું ટાળવું. સાથે જ આ દિવસે કોઈને રૂપિયા ઉધાર પણ આપવા નહીં. મંગળવારે પૈસાની લેતી દેતી ન કરવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)