આજ એટલે કે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે અને અખંડ જ્યોત શરૂ કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ નવ દિવસ સર્વ શ્રેષ્ઠ હોય છે. નવરાત્રીમાં શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો મનોકામના પણ પૂર્ણ થાય છે.
ખાસ તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન જો દુર્ગા સપ્તશતી પાઠ કરવામાં આવે તો ચમત્કારી ફાયદા થાય છે. માતાને પ્રસન્ન કરવા હોય તો નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો સૌથી સારો ઉપાય છે. આ પાઠ કરવાથી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને માતાજીના આશીર્વાદ તેના પર રહે છે.
દુર્ગા સપ્તશતી પાઠ કરવાના ફાયદો
દુર્ગા સપ્તશતી પાઠમાં 360 શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની મહિમાનો ઉલ્લેખ છે. ધર્મશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અનિષ્ટનો નાશ થાય છે અને જીવનમાંથી નકારાત્મકતા ગરીબી અને દુઃખ દૂર થાય છે. સાથે જ ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને જીવનમાં સમૃદ્ધિ વધે છે.
દુર્ગા સપ્તશતી પાઠ કરવાના નિયમ
દુર્ગા સપ્તશતી પાઠ કરવાના કેટલાક નિયમો પણ છે. જો યોગ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. દુર્ગા સપ્તશતી પાઠમાં 13 અધ્યાય છે જેમાં કવચ અર્ગલા અને કિલકનો સમાવેશ થાય છે. પાઠની શરૂઆત કવચ અર્ગલા અને કિલકથી જ કરવાની હોય છે તેના વિના પાઠ અધુરો ગણાય છે.
દુર્ગા સપ્તશતી પાઠ કરવાનો યોગ્ય સમય સવારનો જ છે. સાથે જ આ પાઠની શરૂઆત નવરાત્રીના પહેલા દિવસથી જ કરવી અને નવરાત્રીના છેલ્લા દિવસ સુધી આ વાત કરવો.
દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે લાલ વસ્ત્ર પહેરવા. જે જગ્યા પર બેસીને આ પાઠ કરો ત્યાં સફાઈ અને પવિત્રતાનું ધ્યાન રાખો.
પાઠ કરતી વખતે આસન પર બેસવું જરૂરી છે સાથે જ કોઈ સાથે વાતચીત પણ ન કરવી. દુર્ગા સપ્તશતીનો પાઠ શરૂ કરો તો નવ દિવસ દરમિયાન આ પાઠ પૂરો કરી લેવો.
દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે ઉતાવળ ન કરવી લઈ અને ભક્તિપૂર્વક આ પાઠ કરવાથી જ ફળ મળે છે.
દુર્ગા સપ્તશતી નો પાઠ શરૂ કરો તો બ્રહ્મચર્યનું પાલન કરો. સાથે જ તામસિક ભોજન કરવાનું ટાળો. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો ફાયદો થવાને બદલે નુકસાન થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)