વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2024ની ચૈત્ર નવરાત્રી ગ્રહ ગોચરના મામલે ખુબ શાનદાર રહેવાની છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે ગ્રહોના રાજકુમાર બુધે પોતાની રાશિ અને નક્ષત્ર બંને બદલ્યા છે. બુધ દેવ મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. જ્યારે મંગળ આજે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. આ સાથે જ સાહસ અને આત્મવિશ્વાસના કારક ગ્રહ પણ ગણવામાં આવે છે.
13 એપ્રિલના રોજ સૂર્યદેવ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવને પિતા અને માન સન્માનના કારક ગ્રહ માનવામાં આવે છે. આવામાં 14 એપ્રિલના રોજ ધન, વૈભવ, અને સુખ શાંતિના કારક ગ્રહ ગણાતા શુક્ર પણ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સાથે જ દૈત્યોના ગુરુ બૃહસ્પતિ ગ્રહ પણ 17 એપ્રિલના રોજ કૃતિકા નક્ષત્રમાં ગોચર કરશે. એટલે કે નવરાત્રીના અંત સુધીમાં ગ્રહોના ચાલમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. આવામાં કેટલીક રાશિઓ પર તેની ઊંડી અસર પડશે. જાણો ગ્રહોના આ રાશિ અને નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિઓને લાભ થવાનો છે….
વૃષભ
વૃષભ રાશિવાળા માટે નવરાત્રી અત્યંત શુભ સાબિત થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે માતા દુર્ગા વૃષભ રાશિવાળા પર મહેરબાન રહેશે. કાર્યક્ષેત્રમાં ડબલ ફાયદો થઈ શકે છે. નવા વેપારની શરૂઆત કરી શકો છો. આ સાથે જ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મનમાં સકારાત્મક વિચારો આવશે.
કુંભ
કુંભ રાશિવાળા માટે આ વર્ષની ચૈત્રી નવરાત્રી ખુબ લાભકારી રહેશે. નવરાત્રીમાં મોટા ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિવાળા માટે અનુકૂળ રહેશે. આવામાં કુંભ રાશિવાળાના મનમાંથી નકારાત્મકતા દૂર થશે. જે લોકો નવો વેપાર કરવાનું વિચારી રહ્યા હોય તેમના માટે નવરાત્રી શુભ રહેશે.
મીન
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મીન રાશિમાં બુધનું ગોચર અને મેષ રાશિમાં સૂર્ય દેવનું ગોચર અનેક રીતે શુભ રહેશે. આવામાં મીન રાશિવાળાને કોઈ ખાસ કાર્યમાં સફળતા મળી શકે છે. આ સાથે જ નવા વેપારમાં આગળ વધવાની અનેક તકો મળશે. આ નવરાત્રી કોઈ મોટા વેપારી સાથે મુલાકાત થઈ શકે છે. આ મુલાકાત ભવિષ્ય માટે શુભ રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)