હિન્દુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ માસના શુક્લપક્ષના ત્રીજો દિવસ અખાત્રીજ અથવા અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ ખૂબ જ સારો અને પુણ્યશાળી માનવામાં આવે છે. અખાત્રીજ અથવા અક્ષય તૃતીયાનું મહત્વ શું છે અને તે દિવસે સોનુ શું કામ ખરીદવામાં આવે છે.
અખાત્રીજના દિવસે સૂર્ય પોતાની મેષ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં ઊંચો હોય છે, જેના કારણે આ દિવસે કરવામાં આવતા કોઈપણ કાર્ય સિદ્ધ થાય છે અને તેનું ફળ અક્ષય થાય છે. એટલે કે, કોઈ પણ ક્ષય વગરનું. આથી જ આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા પર સારું ફળ મળે છે. આ દિવસે ધનની માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
અક્ષય તૃતીયા પાછળ કઈ દંત કથા જોડાયેલી
હિંદુ માન્યતા અનુસાર વૈશાખ માસના શુક્લપક્ષની તૃતીયા પાછળ જોડાયેલી દંતકથા અનુસાર આ તિથિ પર બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ થયો હતો. તેમના નામ પર આ તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ ઉપરાંત અખાત્રીજના દિવસે જ ભગવાન વિષ્ણુના છઠા અવતાર ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો. અક્ષય તૃતીયાના દિવસે જ ત્રેતા યુગની શરૂઆત માનવામાં આવે છે.
અખાત્રીજની દિવસે કયા મંદિરના દ્વાર ખોલવામાં આવે છે
અક્ષિત રૂપિયાના દિવસે બદ્રીનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. આ ઉપરાંત વર્ષમાં એક જ વખત વૃંદાવનમાં બાંકે બિહારીના મંદિરમાં ભગવાનના ચરણના દર્શન આ દિવસે કરવા મળી શકે છે. આ દિવસે દાન કરવું ખૂબ જ સારું ગણાય છે. વર્ષમાં ફક્ત આ એક જ દિવસે દાન કરવાથી પુણ્ય મળી રહે છે.
અખાત્રીજના દિવસે સોનું કેમ ખરીદવામાં આવે
અક્ષિત રૂપિયાના દિવસે જે પણ કામ કરવામાં આવે છે, તેનું ચાર ગણું ફળ મળે છે. આ ઉપરાંત આ દિવસે કરવામાં આવતી પૂજા અને શુભ કાર્યનો ક્યારેય ક્ષય નથી હોતો. આથી જ આ દિવસે લોકો દ્વારા સોનાની વસ્તુ ખરીદવામાં આવે છે, જેથી કરીને તેમના ઘરમાં વર્ષ દરમિયાન ધન સમૃદ્ધિની કમી ના થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ ઉપરાંત આ દિવસે કોઈપણ માંગલિક અથવા મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે, તો તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. આથી જ આ દિવસે લોકો કોઈપણ મુહુર્ત કઢાવ્યા વગર શુભ કાર્ય કરી શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)