હિન્દુ પંચાંગ અનુસાર શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂર્ણિમાના દિવસે થયો હતો. આ કારણે દર વર્ષે આ દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂર્ણિમાના દિવસે વાનરરાજ કેસરી અને માતા અંજનાના ઘરમાં થયો હતો. આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આવો જાણીએ હનુમાન જયંતીનો શુભ સમય, મંત્ર અને મહત્વ.
હનુમાન જયંતિ 2024 તારીખ અને શુભ સમય
ચૈત્ર પૂર્ણિમા તિથિ પ્રારંભ – 23 એપ્રિલને સવારે 3: 25 મિનિટથી થાય છે.
ચૈત્ર પૂર્ણિમા તિથિ સમાપ્ત – 24 એપ્રિલે સવારે 5:18 મિનિટ સુધી.
હનુમાન જયંતિ તિથિ – 23 એપ્રિલ, મંગળવાર
હનુમાન જયંતિ પૂજા શુભ મુહૂર્ત
પૂજા મુહૂર્ત – 23 એપ્રિલના રોજ સવારે 9.03થી 10.41 વાગ્યા સુધી રહેશે.
બ્રહ્મ મુહૂર્ત – 23 એપ્રિલ સવારે 4:20 થી સાંજે 5:04 વાગ્યા સુધી.
અભિજીત મુહૂર્ત – સવારે 11:53 થી બપોરે 12:46 સુધી.
હનુમાન જયંતિ 2024 પર વિશેષ સંયોગ
આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારે આવે છે. આવી સ્થિતિમાં આ જયંતિમાં પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થશે. આ સાથે સવારથી લઇને રાતના 10.32 વાગ્યા સુધી ચિત્રા નક્ષત્ર રહેશે.
હનુમાન જયંતિ 2024 મહત્વ
હિંદુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. આ તહેવારને શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભગવાન શ્રી રામ પણ પ્રસન્ન થાય છે.
એવું કહેવાય છે કે ભગવાન હનુમાનનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો આ કારણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમામ કાર્ય, સ્નાન વગેરે કર્યા પછી હનુમાનજીની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ સાથે આ દિવસે હનુમાન ચાલીસા, મંત્ર વગેરે વાંચવાથી હનુમાનજીની કૃપા રહે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)