ભોળાનાથ બધા જ દેવોમાં સૌથી જલ્દી પ્રસન્ન થઈને આશીર્વાદ આપતા દેવ છે. તેઓ માત્ર એક કળશ જળથી પ્રસન્ન થઇ જાય છે. તેમને મનાવવા ખૂબ જ સરળ માનવામાં આવે છે. બધા જ ભક્તો તેમની પૂજા કરે છે, જેથી તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. સોમવારનો દિવસ મહાદેવને સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા કરવાથી તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
માનવામાં આવે છે કે, જો સોમવારના દિવસે કોઈ ભક્ત વિધિ વિધાનથી શિવલિંગની પૂજા કરે છે તો તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ તેમની પર મહાદેવની કૃપા બની રહે છે.
શિવલિંગ પર ઘી ચઢાવવાના લાભ
મહાદેવના નિરાકાર રૂપ એટલે કે શિવલિંગની પૂજા કરવાના કેટલાક નિયમો છે. આ નિયમોમાંથી એક છે મહાદેવના શિવલિંગ પર ઘી ચઢાવવું. શિવલિંગની પૂજા કરતી વખતે પંચમેવાથી સ્નાન કરાવવામાં આવે છે. જેમાં દૂધ, દહીં, ઘી, સાકર અને મધનો સમાવેશ થાય છે. જેથી શિવલિંગ પર ઘી ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર રોજ ઘી ચઢાવવાથી વ્યક્તિનું તેજ વધે છે અને તેના જીવનમાં ઉલ્લાસ આવે છે.
માનસિક તણાવથી મળે છે મુક્તિ
શિવલિંગની પૂજા કરતી વખતે વ્યક્તિ ભક્તિમય થઇ જાય છે અને મહાદેવની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. આ ઉપરાંત શિવલિંગને ઘી ચઢાવવાથી વ્યક્તિને માનસિક તણાવથી પણ છુટકારો મળે છે.
મંત્રો સાથે ઘી ચઢાવવાથી મળશે બેગણું ફળ
ભગવાનની પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંત્રોના જાપથી ભાવનાનને અર્પણ કરેલી વસ્તુઓ સીધી ભગવાનને ચઢે છે અને ભક્તને તેનું ફળ પ્રાપ્ત થાય છે. જેથી શિવલિંગ પર ઘી ચઢાવતી વખતે મંત્રોનો જાપ કરવો જોઈએ. શિવલિંગ પર ઘી ચઢાવતી વખતે ૐ નમઃ શિવાય અને ૐ સોમેશ્વરાય નમઃ નો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત તમે મૃત્યુંજય મંત્ર ‘ૐ ત્ર્યંમ્બકમ યજામહે સુગન્ધી પુષ્ટિવર્ધનમ્. ઉર્વારૃકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત’ નો જાપ પણ કરી શકો છો.
ક્યારે ચઢાવવું ઘી?
સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. જેથી જો તમે શિવજીને પ્રસન્ન કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો, તો તમે સોમવારના દિવસે અહીં આપેલા મંત્રોનો જાપ કરી ને શિવલિંગ પર ઘી ચઢાવી શકો છો. માનવામાં આવે છે કે, જો મનમાં કોઈ ઈચ્છા હોય તો તેની કામના કરતી વખતે શિવલિંગ પર ઘી ચઢાવવામાં આવે, તો વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.’
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)