વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહનું ખાસ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ યુવા, તેજ ગતિ વાળો અને રોમેન્ટિક ગ્રહ છે. ગ્રહોના રાજકુમાર બુધ બુદ્ધિ, શિક્ષા, કૌશલ અને લેખન સંબંધિત ક્ષેત્રનો કારક ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત હોય તે વ્યક્તિ બોલવામાં માહેર હોય છે અને તેની યાદશક્તિ પણ સારી હોય છે. આવી વ્યક્તિ અલગ અલગ ભાષા સરળતાથી શીખે છે અને તે ઝડપથી કામ પૂરા કરવામાં પણ સક્ષમ હોય છે.
એપ્રિલ મહિનો બુધ ગોચરની દ્રષ્ટિએ વિશેષ રહેવાનો છે. એપ્રિલ મહિનો એવો એક મહિનો છે જેમાં બુધ ગ્રહ એ ત્રણ વખત પોતાની ચાલ બદલી છે. બુધ ગ્રહનું એપ્રિલ મહિનાની શરુઆતમાં રાશિ પરિવર્તન થયું. ત્યાર પછી બુધ ગ્રહ વક્રી થયો અને હવે બુધ ગ્રહ ફરીથી માર્ગી થશે.
એક મહિનામાં જ બુધ ગ્રહની ચાલમાં થયેલા આ ફેરફારની નકરાત્મક અને સકારાત્મક અસર દરેક રાશિ પર જોવા મળશે. 25 એપ્રિલે બુધ ગ્રહ માર્ગી થશે અને તેના કારણે 3 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. આ રાશિઓ કઈ છે અને તેને એવા લાભ થશે તે પણ જાણો.
બુધ ગ્રહના માર્ગી થવાથી આ રાશિને થશે લાભ
કન્યા
કન્યા રાશિના લોકો પર માર્ગી બુધ મહેરબાન રહેશે. આ રાશિના લોકોને કરિયર અને વેપારમાં ખૂબ લાભ થશે. દરેક કાર્યમાં સફળતાના યોગ બની રહ્યા છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીનો સહયોગ મળશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. આવકમાં વધારો થશે.
મિથુન
મિથુન રાશિના લોકોને પણ માર્ગી બુધ ફાયદો કરાવશે. ધન-સંપત્તિમાં વધારો થશે. ઇચ્છિત નોકરીની શોધ પૂરી થશે. કારર્કિદીમાં લાભ મળશે. ધન લાભના પણ યોગ છે. કોર્ટ કચેરીની બાબતમાં સફળતા મળશે. વેપારનો વિસ્તાર થશે.
મીન
બુધનું માર્ગી થવું મીન રાશિના લોકોને પણ લાભ કરાવશે. મહેનતથી કરેલા કાર્યોમાં સફળતા મળશે. અટકેલા બધા કામમાં ગતિ આવશે અને કાર્ય પૂરા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)