હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે રામનવમીની ઉજવણી 17 માર્ચે કરવામાં આવશે. વાલ્મીકિ રામાયણ અનુસાર ચૈત્ર મહિનાની સુદ પક્ષની નવમી તિથિ, કર્ક લગ્ન અને અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો. આ કારણે આ દિવસને રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ પર્વ ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે હોય છે. આ દિવસે દેશભરમાં મા દુર્ગાની વિદાય કરવાની સાથે-સાથે ધામધૂમપૂર્વક રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રામનવમીના દિવસે અયોધ્યાની સાથે-સાથે દેશભરના રામ મંદિરોને વિશેષ રૂપથી શણગારવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રામનવમીની વાત કરીએ તો તે દિવસે ખુબ દુર્લભ સંયોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આવો યોગ શ્રી રામના જન્મ સમયે બનશે. આવો જાણીએ તેનાથી કઈ રાશિને લાભ મળશે.
જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રામનવમીના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યાં છે. આવો સંયોગ શ્રી રામના જન્મ સમયે બન્યો હતો. તેવામાં કેટલાક જાતકો પર પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા થશે.
રામનવમી 2024 પર બની રહ્યો છે દુર્લભ સંયોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્રમા કર્ક રાશિમાં હશે. જેનાથી કર્ક લગ્ન ભાવ બની રહ્યો છે. આ સાથે રામલલાના જન્મના સમયે સૂર્ય દશમ ભાવમાં બિરાજમાન હોવાની સાથે ઉચ્ચ રાશિમાં હતો. આ વખતે રામનવમીના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોવાની સાથે દશમ ભાવમાં હાજર રહેશે. આ સિવાય ગજકેસરી યોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે શ્રી રામના જન્મના સમયે તેમની કુંડળીમાં ગજકેસરી યોગ પણ હતો. આ યોગ બનવાથી કેટલાક જાતકોને માન-સન્માન, યશ-કીર્તિની પ્રાપ્તિ થશે.
મેષ
આ રાશિમાં ભગવાન સૂર્યની સાથે ગુરૂ બૃહસ્પતિ બિરાજમાન છે. તેવામાં આ જાતકોને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે છે. આ સાથે સંતાન કે પરિવાર તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. કાર્યસ્થળમાં તમારી પ્રશંસા થશે. તેવામાં ઉચ્ચ અધિકારી તમારી ક્ષમતા જોઈને તમને પ્રમોશન કે કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. ભગવાન રામની કૃપાથી બિઝનેસમાં ખુબ લાભ મળવાનો છે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવશે અને બધા હળીમળીને રહેશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ પણ દૂર થઈ શકે છે. તો આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દેવામાંથી બહાર આવી શકો છો.
તુલા
આ રાશિના જાતકોના અટવાયેલા કામ થવા લાગશે. વાહન, સંપત્તિ વગેરે ખરીદવાનો પ્લાન બનાવી શકો છો. આ સાથે શ્રીરામની કૃપાથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો કોઈ પ્રકારેથી ધનલાભનો યોગ બની રહ્યો છે. તેવામાં તમે બચત કરવામાં સફળ થઈ શકો છો. કરિયર અને બિઝનેસમાં લાભનો યોગ બની રહ્યો છે.
મીન
આ રાશિના જાતકો પર શ્રી રામની વિશેષ કૃપા થશે. આ રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધનલાભની શક્યતા છે. ઘર પરિવારની સાથે સમય પસાર થશે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવી શકે છે. આ સાથે જો તમે સટ્ટા, બિઝનેસ વગેરેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમને લાભ મળવાનો યોગ બની રહ્યો છે. તેવામાં તમને આર્થિક લાભ થશે અને તમે બચત કરી શકો છો. આધ્યાત્મ તરફ ઝુકાવ થશે, જેનાથી તમે પરિવાર કે મિત્રો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)