લૂઝ મોશન એક સામાન્ય સમસ્યા હોય છે જે દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક તો થઈ જ હોય છે. આ પેટમાં ઈન્ફેક્શન, ભોજનમાં ટોક્સિસિટી કે સ્ટ્રેસના કારણે થઈ શકે છે. લૂઝ મોશન થવા પર શરીરમાંથી વધારે પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ નિકળી જાય છે. જેનાથી ડિહાઈડ્રેશન અને કમજોરી થઈ શકે છે.
આ સ્થિતિમાં તે વસ્તુઓને ખાવાથી બચવું જોઈએ જેનાથી પાચનમાં વધારે સમય લાગે.
જેમ કે- ઓયલી વસ્તુઓ, પરોઠા, મસાલેદાર ફૂડ પ્રોડક્ટ્સ વગેરે. તેનાથી બચવા માટે તમે અમુક ઘરેલુ ઉપાય કરી શકો છો જે તરત રાહત આપી શકે છે. આવો જાણઈએ અમુક એવા ઘરેલુ ઉપાયો વિશે.
દહીં
દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. દહીં ખાવાથી લૂઝ મોશન ઠીક થઈ શકે છે. તમે ફક્ત દહીં ખાંડ ખાઈ શકો છો અથવા તો છાશમાં પાણી નાખીને પી શકો છો.
મીઠુ કે ખાંડનું મિશ્રણ
લૂઝ મોશન થવા પર શરીરથી વધારે પ્રમાણમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ નિકળી જાય છે. જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. મીઠુ અને ખાંડનું મિશ્રણ બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠુ અને એક ચમચી ખાંડ મિક્ષ કરો. તેને દિવસમાં વધારે વખત પીવો.
જીરા પાણી
જીરૂ પાચન તંત્ર માટે ખૂબ જ ફાયાદાકારક છે. જીરા વાળુ પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરુ ઉકાળો. પાણી ઠંડુ થવા પર તેને ગાળી લો અને દિવસમાં બને તેટલી વખત તે પીવો.
કેળા
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જે ઈલેક્ટ્રોલાઈટ્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. લૂઝ મોશન થવા પર કેળું ખાવાથી તમને ઉર્જા મળી શકે છે અને પેટ પણ ઠીક થઈ શકે છે.
નારિયેળ પાણી
નારિયેળ પાણી ઈલેક્ટ્રોલાઈઈટ્સનો સારો સ્ત્રોત છે અને તેમાં એન્ટી-વાયરલ ગુણ પણ હોય છે. લૂઝ મોશન થવા પર નારિયેળ પાણી પી શકાય છે. તેનાથી તમને હાઈડ્રેટેડ રહેવામાં મદદ મળી શકે છે અને પેટ પણ ઠીક થઈ શકે છે.
આ ઘરેલુ ઉપાય ઉપરાંત તમે લૂઝ મોશન થવા પર હલકુ ભોજન ખાઈ શકો છો. જેનાથી મગની દાળની ખિચડી, દહીં- ભાત, કે સૂપ ખાઈ શકો છો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)