શનિ દેવ જલ્દી પોતાની ચાલ બદલવાના છે. જૂન મહિનામાં શનિ કુંભ રાશિમાં વક્રી થવાના છે. શનિ ગ્રહનું ઉલ્ટી ચાલમાં ગોચર કરવું કેટલાક જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. વૈદિક પંચાગ અનુસાર 15 નવેમ્બરના દિવસે શનિ માર્ગી (સીધી) ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે. આવો જાણીએ જૂનથી નવેમ્બર સુધી વક્રી શનિ ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
મેષ
શનિની ઉલ્ટી ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી છે. આ સમય વેપારીઓ માટે શુભ રહેવાનો છે. બિઝનેસમાં પ્રોફિટ થવાનો યોગ છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. ઘર-પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. નાણાકીય સ્થિતિ પણ સારી રહેવાની છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થશે. બાળકો સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. તો આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.
વૃશ્ચિક
શનિની વક્રી ચાલથી વૃશ્ચિક રાશિના જાતકોને બમ્પર ફાયદો થઈ શકે છે. આવક વધવાનો યોગ પણ બની રહ્યો છે. તો ધનનું આગમન એવી જગ્યાએથી થશે, જેનું તમે વિચાર્યું પણ નહીં હોય. લવ લાઇફ પણ સારી રહેવાની છે. કરિયરની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)