ઉનાળાની સીઝનમાં લોકો રાહત મેળવવા માટે લોકો અલગ અલગ પ્રકારના તરળ પદાર્થોનું સેવન કરે છે. એવામાં અમે તમને એવા 5 પ્રકારના જ્યૂસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ફ્રેશ ફીલ કરી શકો છો.
દ્રાક્ષનું જ્યૂસ
દ્રાક્ષનું જ્યૂસ બનાવવા માટે સૌથી પહેલા થોડી દ્રાક્ષને સારી રીતે ધોઈ લો. તેના બાદ ગ્રાઈન્ડરમાં તેને સાથે ખાંડ, ફૂદીનાના પાન, બ્લેક સોલ્ટ અને થોડુ પાણી મિક્સ કરીને એક ગ્લાસમાં ગાળી લો. તેના બાગ બરફ અને ઠંડુ પાણી નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. તેમાં લીંબૂ નાખીને તમે પી શકો છો.
ખીરા કાકડીનું જ્યૂસ
ખીરા કાકડીનું જ્યૂસ બનાવવા માટે એક કે બે ખૂરા કાકડીને સારી રીતે ધોઈ તેના નાના ટૂતડા કરી તેને ગ્રાઈન્ડરમાં પીસી લો. તેની અંદર આદુના નાના નાના ટૂકડા, બ્લેક સોલ્ટ, લીંબૂ, ફૂદીનો, ખાંડ અને ઠંડુ પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. તેના બાદ ગરણીથી ગાળીને તેને પીવો.
કાચી કેરી
કાચી કેરીનો જ્યૂસ બનાવવા માટે એકદમ કાચી અને ખાટી કેરી લો. તેને છોલીને દસથી 15 ટુકડામાં કટ કરી ગ્રાઈન્ડરમાં પીસી લો. ત્યાર બાદ ફુદીનાના પાન, કોથમીર, બ્લેક સોલ્ટ, ખાંડ અને રોસ્ટેડ જીરા પાઉડર નાખીને તેને પીસી લો. ત્યાર બાદ ગાળી લો. બાદમાં થોડુ ઠંડુ પાણી અને બરફ મિક્સ કરીને પીવો.
એલોવેરા
એલોવેરા જ્યૂસ બનાવવા માટે એક મોટા એલોવેરાના પાનને છોલી તેના બહારની સપાટીને કાઢીને ધોઈ લો. તેના બાદ આદુ, લીંબૂ, થોડુ બ્લેક સોલ્ટ અને સ્વાદઅનુસાર ગોળ નાખીને ગ્રાઈન્ડરમાં પીસી લો. તેમાં ચિયા સીડ્સ અને ઠંડુ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી પીવો.
તરબૂચનું જ્યૂસ
તરબૂચનું જ્યૂસ બનાવવા માટે એક તરબૂચને કાપીને ગ્રાઈન્ડરમાં પીસી લો. તેમાં બ્લેક સોલ્ટ, ખાંડ, ફૂદીનો, બરફ અને થોડુ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો અને બાદમાં પીવો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)