fbpx
Sunday, January 19, 2025

ગજલક્ષ્મી રાજયોગ રચાયો, ગુરુ-શુક્ર યુતિ આ રાશિના જાતકોને મળશે શુભ ફળ

વૈદિક જ્યોતિષમાં ગુરુ અને શુક્ર બંને ગ્રહોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આશરે 12 વર્ષ બાદ આ બંને ગ્રહોની યુતિ મેષ રાશિમાં થઇ છે. દૈત્યોના ગુરુ શુક્રએ 25 એપ્રિલ 2024ના રોજ મેષ રાશિમાં ગોચર કર્યુ. વૈભવ અને વિલાસતાના ગુરુ આ રાશિમાં 19 મે સુધી બિરાજમાન રહેશે. શુક્રને સુંદરતા, સુખ, ભૌતિક સુવિધાઓ, ધન અને વૈભવનો કારક ગ્રહ પણ માનવામાં આવે છે.

જ્યારે ગુરુ જ્ઞાન, લગ્ન, સંપત્તિ, સફળતા વગેરેનો કારક ગ્રહ છે અને આ જ કારણ છે કે આ યોગને કારણે 4 રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

ગજલક્ષ્‍મી રાજયોગ શું છે?

જ્યારે દેવગુરુ બૃહસ્પતિ અને ઐશ્વર્યનો કારક શુક્ર ગ્રહ એકબીજાના કેન્દ્ર ભાવમાં, સામસામે અથવા પહેલા હોય કે પ્રથમ, ચોથા અને સાતમા ભાવમાં હોય છે, ત્યારે ગજલક્ષ્‍મી રાજયોગ રચાય છે. ગજલક્ષ્‍મી રાજયોગની રચનાથી દરેક રાશિને કોઈને કોઈ લાભ મળે છે. આવો જાણીએ કઈ રાશિના લોકોને ફાયદો થશે.

મેષ

મેષ રાશિના જાતકો માટે ગ્રહોનો આ સંયોગ અનુકૂળ રહેશે. કરિયર અને બિઝનેસમાં ફાયદો થશે. તમને પ્રમોશનનો લાભ મળી શકે છે. પરિવારમાં સમૃદ્ધિ આવશે અને આર્થિક લાભની શક્યતાઓ પણ છે.

સિંહ

સિંહ રાશિના જાતકોને ગુરુ અને શુક્રની યુતિથી વિશેષ લાભ મળી શકે છે. ગજલક્ષ્‍મી રાજયોગના નિર્માણથી આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. તમને માતા લક્ષ્‍મીની કૃપા મળી શકે છે.

કર્ક

કર્ક રાશિના જાતકોને ગજલક્ષ્‍મી રાજયોગથી વિશેષ લાભ થવાની સંભાવના છે. નવી આવકની સંભાવનાઓ રહેશે અને અટવાયેલું ધન પણ પ્રાપ્ત થશે.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે ગ્રહોનું આ મિલન ખૂબ જ શુભ રહેશે. માતા લક્ષ્‍મી તમને આશીર્વાદ આપશે અને ભાગ્ય તમારા પક્ષે રહેશે. મહેનતથી કરેલા દરેક કામમાં તમને સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. ધન-ધાન્યમાં વધારો થવાનો યોગ બની રહ્યાં છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles