ઉનાળો આવી ગયો છે ત્યારે લોકો તરબૂચ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ અહીં તરબૂચ કરતા પણ જબરદસ્ત ફળની વાત કરવામાં આવી છે. એ ફળનું નામ છે શક્કર ટેટી…એક એવું ફળ છે જે ગરમીની સિઝનમાં તમારી બોડીને એકદમ ફ્રીજના ટેમ્પેચરની જેમ ઠંડું રાખે છે. તરબૂચની જેમ જ શક્કર ટેટીમાં પણ લગભગ 95 ટકા જેટલું પાણી જ હોય છે. આ ફ્રૂટનું પાણી તમારી બોડીને ડિહાઈડ્રેશનથી બચાવે છે. બોડીને ડિટોક્સ રાખે છે. સાથે જ તમે પેટ ભરીને જમ્યા હોય એવો અહેસાસ પણ તમને આ ફ્રૂટ કરાવે છે. ગરમીમાં શક્કર ટેટીના સેવનથી થાય છે અદભૂત ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો. તેથી જ આ ફળને અમૃતફળ પણ કહેવામાં આવે છે.
બોડીને હાઈડ્રેટ રાખે છેઃ
ગરમીની સિઝનમાં શક્કર ટેટીને અમૃત સમાન મનાય છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. 100 ગ્રામ સાકર ટેટી લેવાથી 0.8 પ્રોટીન મળે છે. તેમાં 95ટકા પાણી છે. જે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું પોટેશ્યિમ થકાવટને દૂર કરે છે.
પાચનતંત્રમાં સુધારો કરે છે:
શક્કર ટેટી રેસાયુક્ત અને પાણીથી ભરપૂર હોવાથી પાચન સંબંધિત સમસ્યામાં પણ એક ઔષધ સમાન છે. સાકર ટેટીના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે.
આંખની રોશની વધારે છે:
આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે.. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે. દિવસમાં બેથી ત્રણવાર સાકર ટેટી ખાવાથી આંખનો આ ઘસારો થતો અટકે છે. શક્કર ટેટીમાં બીટા કેરાટીન છે, જે આંખોની રોશની માટે હિતકારી છે.
સ્કિનની ચમક વધારે છે:
આ ફળ સ્કિને હાઇડ્રેઇટ રાખે છે. રોજ એક વાટકી શક્કર ટેટી લેવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિનનું મોશ્ચર બની રહે છેત હેર માટે આ એક કુદરતી કન્ડીશનર છે. એસિડીટીની સમસ્યામાં પણ રામબાણ ઇલાજ છે.
ઈમ્યુનીટી બુસ્ટરઃ
શક્કર ટેટીમાં વિટામિન Bની માત્રા રહેલી છે, જે શરીરમાં ઉર્જાના નિર્માણમાં સહાયક બને છે. શુગર અને કાર્બોહાઇડ્રેડનું લેવલ જાળવી રાખવા માટે આ ફળ શરીરની ઉર્જામાં વધારો કરે છે.
સ્ટ્રેસ ઘટાડે છેઃ
શક્કર ટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ થાય છે, જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે.
છાતીમાં થતી બળતરા દૂર થાય છેઃ
ટેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે, સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે, આ સિવાય તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે. હૃદય રોગ અને હૃદયને લગતી બિમારીઓ સામે લડવામાં શક્કર ટેટી ફાયદાકારક છે.
પેશાબને લગતી સમસ્યા દૂર કરે છેઃ
શક્કર ટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પાચનની સમસ્યા છે, તો શક્કર ટેટી ખાઓ. શક્કર ટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે.
શક્કર ટેટી ખાતા પહેલાં આટલું ધ્યાન રાખવું?
જોકે, કોઈ પણ ખોરાક ખોટી રીતે લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. એ જ રીતે શક્કર ટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે. આમાં 95 ટકા પાણી રહે છે. આને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઇએ, કારણ કે ડાયેરિયા થઇ શકે છે. સવારે ખાલી પેટ શક્કર ટેટી ખાવી નહીં, કારણ કે તે પેટમાં પિત્ત વધારીને એસિડિટી કરી શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)