fbpx
Tuesday, January 7, 2025

શનિ સંબંધિત કષ્ટોથી મુક્તિ મેળવવા માટે શનિવારે રાત્રે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાં કોઈપણ વસ્તુની ખામી રહેતી નથી. જેના પર શનિદેવ મહેરબાન હોય છે તે વ્યક્તિ રાતોરાત રાજા પણ બની શકે છે. શનિદેવ દરેક વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. તેથી તેમને કર્મ ફળના દાતા પણ કહેવાય છે. 

શનિદેવની આરાધના કરવા માટે શનિવારનો દિવસ વિશેષ ગણાય છે. શનિવાર શનિદેવને સમર્પિત દિવસ છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. આજે તમને શનિવારે કરવાના ચમત્કારી ઉપાય વિશે જણાવીએ. આ ત્રણ ઉપાય એવા છે જેને કરનારનો બેડો પાર થઈ જાય છે.

શનિવારના 3 ચમત્કારી ઉપાય 

11 દીવાનો ઉપાય

શાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડમાં શનિદેવનો વાસ હોય છે. શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે તલના તેલના 11 દીવા કરવા જોઈએ. આ દીવા કરવા માટે કાચી માટીમાંથી પોતાના હાથે 11 કોડિયા તૈયાર કરવા. આ કોડિયામાં 11 દીવા કરીને ઘરે પરત ફરવું. 

લોઢાનો ઉપાય  

જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો શનિવારે આ ઉપાય કરવો. તેના માટે શનિવારની રાત્રે શનિ મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો. ત્યાર પછી તેમની નજર સામે જોયા વિના 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે આવતા રહો. ત્યાર પછી મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો. આ લોઢામાંથી એક વીંટી બનાવીને શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં પહેરી લો. 

શમીના ઝાડનો ઉપાય 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારનો આ ઉપાય પણ ચમત્કારી છે. શનિવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું. તેમાં એક રૂપિયાનો સિક્કો, કાળા અડદ, લોઢાની એક ખીલ્લી મુકી પોટલી બનાવી લેવી. આ પોટલીને સમીના ઝાડના થળમાં બાંધી દેવી. આ ઉપાય કર્યાના થોડા જ દિવસમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles